




ડલાસ, તાઃ 19 (સુભાષ શાહ ધ્વારા)
DFW ગુજરાતી સમાજ અને હિન્દુ ટેમ્પલ સોસાયટી દ્વારા એકતા મંદિર ખાતે રામનવમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સાથે ચૈત્રી નવરાત્રીના
ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હવન, રામધૂન, પ્રાર્થના સહીતના કાર્યક્રમો પણ ઓજવામાં આવ્યા હતા. હવનમાં ધણા ભક્તોએ બેસીને પૂજા કરી હતી.
કાર્યક્રમની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.







DFW ગુજરાતી સમાજના પ્રમુખ પટેલ , મંદિરના ટ્રસ્ટી અને તેમના કુટુંબીજનો પૂજામાં બેઠા હતા. ગરબામાં દરેકે ઉત્સાહભેર ભાગ લીધો હતો. રામનવમીમાં નવ દિવસ માટે રામકથાના ચિત્રોના એકિઝબીશને ખુબ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રદર્શન 29 એપ્રિલ સુધી ચાલું રહેવાનું હોઇ દરેક તે જોઇ શકસે. આપ્રદર્શન જોવા રામભક્તો મોટી સંખ્યામાં આવે છે અને ધન્યતા અનુભવે છે. તસ્વીરો..મુકેશ ભાઇ મિસ્ત્રી







