Odisha Brave Dog Kali | ઓડિશા (Odisha)ના મયુરભંજ (Mayurbhanj) જિલ્લામાં માનવતા અને વફાદારીનો એક અદભૂત કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બહાદુર કૂતરાએ પોતાની જાન જોખમમાં મૂકીને સ્કૂલમાં ભણતા 30 માસૂમ બાળકોના જીવ બચાવ્યા છે.
આ ઘટના બાદ આખું ગામ આ અબોલ જીવની બહાદુરીના ગુણગાન ગાઈ રહ્યું છે. ગ્રામજનોએ આ બહાદુર કૂતરાને ‘કાલી’ (Kali) નામ આપી તેને સન્માનજનક વિદાય આપી હતી.
સ્કૂલ પરિસરમાં ઘૂસી આવ્યો ઝેરી સાપ
ઘટનાની વિગત મુજબ, ઢીરાકુલા (Dhirakula) ગામમાં આવેલા શ્રી જગન્નાથ શિશુ વિદ્યા મંદિર (Shri Jagannath Shishu Vidya Mandir) માં સવારે 8:30 વાગ્યે કિન્ડરગાર્ટન (Kindergarten)ના બાળકો મેદાનમાં એકઠા થયા હતા.
આ દરમિયાન એકાએક અત્યંત ઝેરી સાપ (Poisonous Snake) ત્યાં આવી ચઢ્યો હતો. બાળકો સાપને જોઈ ગભરાઈ ગયા હતા અને ત્યાં હાજર લોકો પણ શું કરવું તે સમજી શકતા નહોતા.
કાલીએ જીવના જોખમે સાપ સાથે લીધી ટક્કર
વિદ્યાર્થીઓ પર સાપ હુમલો કરે તે પહેલા જ ત્યાં એક રખડતો કૂતરો આવી પહોંચ્યો હતો. લોકોએ જણાવ્યું કે સાપ વારંવાર કૂતરા પર હુમલો કરી રહ્યો હતો, પરંતુ ‘કાલી’ ડર્યા વગર મેદાનમાં ડટી રહ્યો. બંને વચ્ચે થયેલી ભીષણ લડાઈમાં કૂતરાએ સાપને મારી નાખ્યો (Snake Died) હતો. જોકે, આ જંગમાં સાપના અનેક ઝેરી ડંખ (Snake Bite) ને કારણે કૂતરાનું શરીર પણ ઝેરથી ભરાઈ ગયું હતું અને થોડી જ વારમાં તેનું મૃત્યુ (Death) નીપજ્યું હતું.
ગામ આખાએ આપી અશ્રુભીની વિદાય
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ કૂતરાને અગાઉ ક્યારેય ગામમાં જોવામાં આવ્યો ન હતો, છતાં તેણે દેવદૂત બનીને બાળકોને બચાવ્યા. તેની આ વીરતાથી પ્રભાવિત થઈને ગ્રામજનોએ એકઠા થઈને કૂતરાનો ભવ્ય અંતિમ સંસ્કાર (Funeral) કર્યો હતો. કાલીના મૃતદેહને સફેદ કપડામાં લપેટી, ફૂલોથી સજાવવામાં આવ્યો અને ટ્રોલી (Trolley) પર આખા ગામમાં ફેરવીને તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ ઘટના વફાદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…