Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બિલ ગેટ્સની કબૂલાત: લગ્ન પછી રશિયન ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સહિત 3 મહિલાઓ સાથે હતા અફેર

Chief Editor June 24, 2026
Bill Gates Affairs

Bill Gates Affairs | માઈક્રોસોફ્ટના (Microsoft) કો-ફાઉન્ડર બિલ ગેટ્સે (Bill Gates) પોતાની અંગત જિંદગીને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બિલ ગેટ્સે કબૂલાત કરી છે કે તેમના લગ્ન પછી પણ 3 મહિલાઓ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર (Extra Marital Affairs) એટલે કે લગ્નેતર સંબંધો હતા.

સાથે જ તેમણે દિવંગત યૌન અપરાધી જેફરી એપસ્ટીન (Jeffrey Epstein) પર આરોપ લગાવ્યો છે કે, એપસ્ટીન તેમના આ અફેર વિશે જાણતો હતો અને આ માહિતીનો ઉપયોગ કરીને તેમને બ્લેકમેલ (Blackmail) કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

યુએસ કમિટીના રિપોર્ટમાં થયો મોટો ધડાકો

જેફરી એપસ્ટીનના નેટવર્ક અને તેના હાઈ-પ્રોફાઈલ સંપર્કોની તપાસ કરી રહેલી યુએસ હાઉસ ઓવરસાઈટ કમિટીના (US House Oversight Committee) રિપોર્ટમાં આ ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યાય વિભાગે (Department of Justice) કેટલાક નવા દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેના કારણે એપસ્ટીન અને બિલ ગેટ્સના જૂના સંબંધોની તપાસ ફરી શરૂ થઈ હતી.

આ સિલસિલામાં સાંસદો સમક્ષ નિવેદન નોંધાવવા માટે ગેટ્સ પોતે 10 જૂનના રોજ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ સુનાવણી દરમિયાન ગેટ્સે સ્વીકાર્યું હતું કે એપસ્ટીન તેમની અંગત લાઈફ અને બે રશિયન (Russian) મહિલાઓ સાથેના સંબંધોથી વાકેફ હતો.

આ 3 મહિલાઓ સાથે હતા સંબંધો

બિલ ગેટ્સે કમિટી સમક્ષ તે 3 મહિલાઓના નામ પણ જાહેર કર્યા હતા જેમની સાથે તેમનું અફેર હતું:

  • મિલા એન્ટોનોવા (Mila Antonova) રશિયાની પ્રખ્યાત બ્રિજ પ્લેયર (Bridge Player) એટલે કે પત્તાની રમતની ખેલાડી છે.
  • કરીમા નિગ્માતુલિના (Karima Nigmatulina) રશિયાની એક જાણીતી ન્યુક્લિયર ફિઝિસિસ્ટ (Nuclear Physicist) એટલે કે પરમાણુ વૈજ્ઞાનિક છે.
  • એલિસ જેકબ્સ નેસેલરોડ (Alice Jacobs Nesselrod) અમેરિકાની મેડિકલ ઇન્ડસ્ટ્રી (Medical Industry) સાથે જોડાયેલી ઉદ્યોગપતિ છે.

‘એપસ્ટીન સાથે સંપર્ક રાખવો મારી મોટી ભૂલ હતી’

મંગળવારે જાહેર કરવામાં આવેલા જુબાનીના ટ્રાન્સક્રિપ્ટ (Transcript) અનુસાર, બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, “આ અફેર્સને એપસ્ટીન સાથેની મારી વાતચીત સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ આ બાબત મારા પરિવાર માટે ખૂબ જ પીડાદાયક હતી.

એપસ્ટીન મારી બેવફાઈની માહિતીનો ઉપયોગ કરીને મારા પર ફરીથી તેની સાથે જોડાવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કરતો હતો અને તેમાં તેણે કેટલાય જૂઠાણાં પણ ઉમેર્યા હતા.”

જો કે, ગેટ્સે એપસ્ટીનના કોઈપણ ગુનામાં પોતાની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું કે માત્ર પરોપકારના (Philanthropy) કાર્યો માટે એપસ્ટીન સાથે બેઠકો યોજવી અને સંપર્ક જાળવી રાખવો એ તેમની જિંદગીની એક મોટી ભૂલ હતી.

ગેટ્સે ઉમેર્યું કે એપસ્ટીને ક્યારેય સીધી રીતે તેમને બ્લેકમેલ નથી કર્યા, પરંતુ તેના ઈમેઈલ્સ (Emails) જોયા પછી એ સ્પષ્ટ થાય છે કે તે આવી કોઈ યોજના બનાવી રહ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bill Gates (બિલ ગેટ્સ) Epstein Files (એપસ્ટિન ફાઈલ્સ) Microsoft (માઈક્રોસોફ્ટ)

Post navigation

Previous: એલોન મસ્કે આપી જેલ અને કેસની ધમકી, ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ વળતો પ્રહાર કરતા કહ્યું – ‘હું ડરવાનો નથી’
Next: ટ્રમ્પને મોટો ઝટકો: ભારતીય મૂળના જજે વોટર વેરિફિકેશન સિસ્ટમ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રાઈવસીની ચિંતા દર્શાવી
Follow

Recent Posts

  • ટ્રમ્પને મોટો ઝટકો: ભારતીય મૂળના જજે વોટર વેરિફિકેશન સિસ્ટમ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રાઈવસીની ચિંતા દર્શાવી
  • બિલ ગેટ્સની કબૂલાત: લગ્ન પછી રશિયન ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સહિત 3 મહિલાઓ સાથે હતા અફેર
  • એલોન મસ્કે આપી જેલ અને કેસની ધમકી, ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ વળતો પ્રહાર કરતા કહ્યું – ‘હું ડરવાનો નથી’
  • અમેરિકી પુસ્તકનો મોટો દાવો: જેડી વેન્સ ઈચ્છતા હતા કે ભારત રશિયા સામે લડવા સૈન્ય મોકલે, ટ્રમ્પે હસીને ના પાડી
  • Aadhaar ધારકો માટે મોટા સમાચાર, 1 જુલાઈથી આ સુવિધા મળશે તદ્દન મફત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.