Arijit Singh Retirement | બોલિવૂડના સુપરસ્ટાર સિંગર (Singer) અરિજીત સિંહે તાજેતરમાં પ્લેબેક સિંગિંગ (Playback Singing) માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને ચાહકોને આંચકો આપ્યો છે. આ જાહેરાત બાદ તેણે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર એક લાંબી અને રહસ્યમય પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે આ ‘નિર્દય દુનિયા’ (Cruel World) પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે.
અધૂરા ગીતો અને ભવિષ્યનો પ્લાન અરિજીત સિંહે સ્પષ્ટતા કરી છે કે તેણે નવા પ્રોજેક્ટ્સ (Projects) સાઈન કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેના ઘણા ગીતો હજુ રિલીઝ થવાના બાકી છે. તેણે લખ્યું કે, “મેં નવા અસાઇનમેન્ટ્સ (Assignments) લેવાનું બંધ કર્યું છે, પણ પેન્ડિંગ ગીતો ઘણા છે. આ ગીતો આખું વર્ષ અથવા આવતા વર્ષ સુધી રિલીઝ થતા રહેશે.” તેણે ચાહકોને વિનંતી કરી છે કે તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહે અને ધ્યાન (Meditation) તેમજ સ્વાસ્થ્ય પર ધ્યાન આપે.
કન્ફ્યુઝન અને ક્રીપ્ટિક રિપ્લાય જ્યારે એક ચાહકે તેને પ્રીતમ (Pritam) અને એ.આર. રહેમાન (A.R. Rahman) જેવા દિગ્ગજ કમ્પોઝર્સ માટે કામ ચાલુ રાખવા વિનંતી કરી, ત્યારે અરિજીતે વળતો જવાબ આપ્યો કે, “કેટલાક લોકો પોતાના માટે કમ્પોઝ (Compose) કરે છે, બીજા માટે નહીં.” આ કમેન્ટને કારણે બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી (Music Industry) ની આંતરિક પોલિટિક્સ અને મોટા કમ્પોઝર્સ પર કટાક્ષ હોવાની અટકળો તેજ બની છે. ચાહકો માની રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીના દબાણને કારણે તેણે સ્વતંત્ર મ્યુઝિક બનાવવાનો નિર્ણય લીધો છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…