Ahmedabad Vadodara Bomb Threat | અમદાવાદ અને વડોદરાની 30થી વધુ શાળાઓને બોમ્બની ધમકી (Bomb Threat) મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આજે 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે શાળાઓને મળેલા ઈમેઈલ (Email) માં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ (Target) કરવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ મેઈલમાં ‘હિન્દુસ્તાનના ટુકડા થશે’ અને ‘ગુજરાત ખાલિસ્તાન બનશે’ જેવા ઉશ્કેરણીજનક લખાણો લખવામાં આવ્યા છે.
આ ધમકી મળતા જ વડોદરાની 17 અને અમદાવાદની 15 જેટલી શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલ (Urmi School) ની હોસ્ટેલ ખાલી કરાવાઈ છે અને બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ (Fire Brigade) અને બોમ્બ સ્ક્વોડ (Bomb Squad – BDDS) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડોગ સ્ક્વોડ (Dog Squad) ની મદદથી દરેક સ્કૂલ કેમ્પસ અને વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ (Checking) હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે અને વાલીઓને ગભરાવાની જગ્યાએ શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે.
વડોદરાની 17 સ્કૂલ
ડી. આર. અમીન, વાસણા રોડ
ઉર્મી, સમાસાવલી
નાલંદા, વાઘોડિયા રોડ
બરોડા હાઈસ્કુલ, બગીખાના
નવયુગ, સમા
જીવન સાધના, નાઘરવાડા
AWS, ડભોઇ
શાનેન, ખોડિયારનગર
GPS સ્કૂલ, વાઘોડિયા
બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
આત્મીય વિધાલય
ડોન બોસ્કો, મકરપુરા રોડ
બીલાબોંગ, વડસર
ઓકઝીલિયમ, સુસેન સર્કલ
જેનીથ સ્કૂલ, પ્રતાપનગર
અમેરિકન સ્કૂલ, કપુરાઇ
ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરા
અમદાવાદની 15 સ્કૂલ
DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
એ વન સ્કૂલ, સેટેલાઇટ
અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
સંત કબીર, નવરંગપુરા
સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
SGVP ગુરુકુળ સ્કૂલ
એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા
જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ
દિવાન બલ્લુભાઈ
સી.એન વિધાલય
વિજયનગર સ્કૂલ
ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
જીવીબા સ્કૂલ, ઘોડાસર
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…