Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના હસ્તકલાકારો ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આપી રહ્યા છે વેગ

ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના હસ્તકલાકારો ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આપી રહ્યા છે વેગ

Chief Editor November 28, 2025
Har Ghar Swadeshi campaign

Har Ghar Swadeshi campaign

  • સ્વદેશીથી સ્વાભિમાન સુધી: ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના હસ્તકલાકારો ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આપી રહ્યા છે વેગ
  • ‘ગરવી ગુર્જરી’ના સહયોગથી ગાંધીનગરના રિદ્ધિબહેન ચાવડાએ કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન, કાપડ ઉપરાંત હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગ ઉતાર્યા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવામાં ગુજરાત સરકારની ગરવી ગુર્જરીનું મહત્વપૂર્ણ યોગદાન

ગાંધીનગર, 26 નવેમ્બર 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત રાજ્ય મજબૂત સમર્થન પૂરું પાડી રહ્યું છે. ખાસ કરીને, હસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના દૃષ્ટિકોણ સાથે સ્વદેશી કારીગરી અને પરંપરાગત હસ્તકલાને આધુનિક બજારમાં નવી ઓળખ આપી રહી છે. આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા “ગરવી ગુર્જરી” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ગુજરાતના કારીગરો માટે નવા આયામો ખુલ્યા છે, જેમાં ગાંધીનગરના કલમકારી કલાકાર રિદ્ધિ ચાવડાની સફર ઉલ્લેખનીય છે.

કલમકારીને નવી ઓળખ અપાવવાના રિદ્ધિ ચાવડાના પ્રયાસને ગરવી ગુર્જરીનો સથવારો

વર્ષ 2019માં જ્યારે રિદ્ધિબહેને પહેલી વખત હાથમાં પેઇન્ટ બ્રશ ઉપાડ્યું ત્યારે તેમણે એવું વિચાર્યું પણ નહીં હોય કે તેમની પરંપરાગત કળાને નવી ઓળખ મળશે અને તે અન્ય લોકો માટે રોજગારીની તકો પણ લઈને આવશે. રિદ્ધિબહેન સુંદર કલમકારી (કાપડ પર ચિત્રકામ કરવાની કળા) કરીને ભારતીય લોક પરંપરાથી પ્રેરિત સુંદર ચિત્રો બનાવે છે. શરૂઆતના વર્ષોમાં તેમણે ઉત્કૃષ્ટ કારીગરી કરીને હેન્ડ-પેઇન્ટેડ કલમકારી સાડી, દુપટ્ટા અને કુશન બનાવ્યા હતા, જે પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને વિવિધ ભાવને પ્રતિબિંબિત કરતા હતા. રિદ્ધિબહેને જણાવ્યું કે, “કલમકારી એ સુંદર કામ છે, પણ તે સમય માગી લે તેવી કળા છે અને ખર્ચાળ પણ છે. હું કલમકારીને લોકો માટે સુલભ બનાવવા માગતી હતી અને આ દરમ્યાન મારો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો અને ત્યાંથી મારી કળાની નવી સફર શરૂ થઈ.”

“ગરવી ગુર્જરીએ મારી કલમકારીને નવી દિશા આપી”: રિદ્ધિ ચાવડા

રિદ્ધિબહેને જ્યારે કસ્ટમાઇઝ્ડ ઓર્ડર લેવાનું શરૂ કર્યું એ દરમ્યાન તેમનો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો, જે પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતું મંચ છે. રિદ્ધિબહેને ગરવી ગુર્જરીના સહયોગ અને માર્ગદર્શન થકી પરંપરાગત કલમકારી કળાને રોજિંદા ઉપયોગી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરીને સ્વદેશી કળાને ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તેમણે પરંપરાગત કાપડ સુધી મર્યાદિત ન રહેતાં આધુનિક હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગો ઉતાર્યા. તેમણે ગરવી ગુર્જરીના સહકારથી તૈયાર કરેલી કેન્ડલ, ટ્રે, કોસ્ટર જેવી હોમ એક્સેસરીઝ અને અન્ય સુશોભનની વસ્તુઓ લોકપ્રિય બની છે. રિદ્ધિબહેનનો આ પ્રયાસ વડાપ્રધાનશ્રીના ‘હર ઘર સ્વદેશી’ અભિયાનના હેતુ સાથે સુસંગત છે, જે ઘરે-ઘરે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂકે છે.

20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગરવી ગુર્જરી મારફતે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય (CMO) માટે દિવાળી ગિફ્ટ ઓર્ડર મળ્યા બાદ રિદ્ધિ ચાવડાએ પોતાના વર્કશોપમાં 20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિદ્ધિબહેને જણાવ્યું કે, “ગુજરાત સરકારની ગરવી ગુર્જરી સંસ્થાના સહયોગથી અમને વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. અમારું ધ્યેય આ હસ્તકળાના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનો અને સર્જનાત્મકતાને વિસ્તૃત કરવાનો છે.”

સ્વદેશી અભિયાનથી આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધતું ગુજરાત

રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી) ગુજરાતના આ પરંપરાગત વારસાના વેલાને સતત સિંચી રહ્યું છે. જીએસએચએચડીસીના ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ થકી રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ‘ગરવી-ગુર્જરી’ હાથશાળ-હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા અંતરિયાળ ગામોના હજારો કારીગરોના કલા-કસબ તથા પરિશ્રમને લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયત્નો કરે છે. ગરવી ગુર્જરી એ મંચ છે, જે કારીગરોને નાણાકીય સહાય, ડિઝાઇન માર્ગદર્શન અને માર્કેટ લિંકેજ પૂરી પાડીને ‘સ્વદેશીથી સ્વાભિમાન’ સુધીની સફર સુનિશ્ચિત કરે છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Har Ghar Swadeshi (હર ઘર સ્વદેશી)

Post navigation

Previous: ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’: 200થી વધુ ‘મંગલમ કેન્ટીન’ થકી મહિલાઓનું સશક્તીકરણ
Next: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત: ધરમપુર PSVTC હવે PPP મોડેલ હેઠળ

Related News

International Mother Language Day

વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષાના ગૌરવ અને સંવર્ધન માટે માહિતી કમિશનરની કચેરી ખાતે વિશેષ કાર્યશાળા

Chief Editor February 21, 2026
Ahmedabad Mobility Plan

ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદ તૈયાર: 3000 ઈ-બસ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે શહેરની કાયાપલટ થશે

Chief Editor February 21, 2026
surat diamond bourse

સુરત બન્યું ગ્લોબલ ટ્રેડ હબ: USD 10.55 બિલિયનની નિકાસ સાથે વિશ્વના બજારોમાં સુરતનો દબદબો

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.