
રાજ્યપાલએ રાજભવન પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ સમારોહમાં રાજ્યપાલના પરિસહાયક બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડર શુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
