Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

એક ઇંચનું ખોટું બાંધકામ કરવાનું નથી, આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

Chief Editor August 7, 2025
CREDAI Gujarat-Ahmedabad Appointment of new office bearers

CREDAI Gujarat-Ahmedabad Appointment of new office bearers

રાજ્યના બિલ્ડર લોબીના એસોસિએશન, CREDAI (કન્ફડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા) ગુજરાત અને CREDAI અમદાવાદની વર્ષ 2025-2027 માટેની નવી ટીમનો પદગ્રહણ સમારોહ આજે યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમારોહમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ બિલ્ડરોને કહ્યું હતું કે, આપણે બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે. દરેક સ્કીમ ગ્લોબલ સ્ટાન્ડર્ડની બને અને એકપણ ઇંચનું ખોટું બાંધકામ નથી જ કરવાનું એવા અભિગમ સાથે આગળ વધવાનું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત સંસ્થા CREDAI Gujarat અને CREDAI Ahmedabadની Change of Guard Ceremony-2025 યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ… pic.twitter.com/A7ZEpOWACu

— CMO Gujarat (@CMOGuj) August 7, 2025

‘રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે, ભારત વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બન્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે. તેમણે ગુજરાત સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નીતિઓની ભૂમિકા આપતા કહ્યું કે, આ નીતિઓને કારણે રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટર સરકારની નીતિઓથી સંતુષ્ટ છે.

LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં CREDAI Gujarat અને CREDAI Ahmedabadની અમદાવાદ ખાતે આયોજિત Change of Guard Ceremony-2025. https://t.co/VonDcTDerf

— Gujarat Information (@InfoGujarat) August 7, 2025


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) CREDAI (ક્રેડાઈ)

Post navigation

Previous: પ્રોસેસ્ડ ફૂડ સેક્ટર ભારતની નિકાસોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા તૈયાર
Next: ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓને ગુજરાત સરકાર આપશે સહાય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.