Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ

Chief Editor July 4, 2025
5-7 dan


……
દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
……….
માત્રુભુમિ અને દેશવાસીઓની રક્ષા અને સેવા કરવાનો એક માત્ર ઉદ્દેશ એ BSFના વીર જવાને મૃત્યુ પછી પણ સાબિત કર્યુ :- ડૉ‌.રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
…………
BSF જવાન રાધાક્રિષ્ન રાયના અંગદાનથી હ્રદય, એક લીવર તેમજ બે કીડની એમ ચાર અંગોનુ દાન મળ્યુ


………
સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશસેવા માટે કામ લાગે છે આ વાત ખરા અર્થમાં ચરિતાર્થ થઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફના એક જવાન બ્રેન્ડેડ છતાં તેમના સ્વજનોએ અંગદાન કરીને પરોપકારભાવ સાથે દેશ સેવાનો પરચો આપ્યો.
આ અંગે વધુ માહીતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તા.૦૪.૦૭.૨૦૨૫ ના રોજ ૧૯૯ મું અંગદાન થયું છે.
મુળ પ.બંગાળ ના રહેવાસી ૪૮ વર્ષીય રાધાક્રિષ્ન રાય BSF માં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા.
તા.૨૯.૦૬.૨૬ ના રોજ નાના ચીલોડા ખાતે સાંજે ૮ વાગ્યાની આસપાસ એક્ટીવા સ્લીપ થતા તેઓને માથા ના ભાગે ગંભીર ઇજા થઇ.
જેથી તેમને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ તેમને તે જ દીવસે મોડી રાતે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લઇ જવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલમાં ૭૨ કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તા. ૦૩.૦૭.૨૫ ના રોજ ડૉક્ટરોએ રાધાક્રિષ્ન રાયને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર પરીવારજનો એ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
BSF જવાન રાધાક્રિષ્ન રાય ના અંગદાનથી મળેલ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલ અને એક લીવર તેમજ બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૯ અંગદાતાઓ થકી કુલ ૬૫૨ અંગો નું દાન મળેલ છે. જેમાં ૧૭૪ – લીવર, ૩૬૨- કીડની, ૧૩-સ્વાદુપિંડ, ૬૩-હ્રદય, ૩૨-ફેફસા, ૬-હાથ, ૨-નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધી માં ૨૧ જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ ૧૯૯ માં અંગદાન સાથે આજ દિન સુધી ૬૩૩ જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યુ હતુ.

BSF જવાન રાધાક્રિષ્ન રાય ના અંગદાન નુ આ પગલુ માત્ર માનવતા ની એક સેવા નહી પરંતુ આપણા વીર જવાનો ની સાચી ઓળખ છે. જીવનભર ભારતીય સેના માં સેવા માટે અને મ્રુત્યુ બાદ અંગદાન કરી અનેક પરીવારો ના જીવન માં નવી આશા માટે આપણે સૌ બીએસએફ જવાન અને તેમના પરીવાર ના હંમેશા ઋણી રહીશુ તેમ ડૉ. જોષીએ જણાવ્યુ હતુ.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: છેલ્લા 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ
Next: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિન
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.