Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવનગરના તળાજા તાલુકાના ટીમાણા ગામે શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

Chief Editor November 4, 2024
4-11 khe4

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા શ્રી કનુભાઈ ભટ્ટના શિવશક્તિ ફાર્મની મુલાકાત લઈ તેમની કૃષિ અંગેની પ્રવૃત્તિઓને નિહાળી હતી. રાજ્યપાલશ્રીએ શ્રી ટીમાણા પ્રાકૃતિક કૃષિ મહિલા વિકાસ જૂથની પણ મુલાકાત લીધી હતી. ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીએ ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ૨૭ ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડુતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીની મુલાકાત વેળાએ ભાવનગર કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી, નાયબ ખેતી નિયામકશ્રી જે. એન. પરમાર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ૧૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ૧૫ ખેડૂત દંપતિનું સન્માન કરાયું
Next: રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.