Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવાવ ગામે ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

Chief Editor October 10, 2023
10 raj3

10-10

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં માળવાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલશ્રી ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત શ્રી પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણીનાં ખેતરમાં ગાય આધારિત ખેતીથી પકવેલ ઘઉં, મગ દેશી ગુલાબી લસણ, શિંગતેલ, મગફળી સહિતનાં પાકોનું નિરીક્ષણ કર્યું હતું અને દેશી ગાયના સંરક્ષણ અંગે માહિતીઓ મેળવી હતી.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદન માનવના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું હતું.

આ તકે તેમની સાથે ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ, નાયબ કલેકટરશ્રી કુસુમબેન પ્રજાપતિ તથા પ્રગતિશીલ ખેડૂતો જોડાયાં હતાં.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા
Next: મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.