ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન,
ભોજન અને નેટવર્કિંગ સાથે સમુદાયે ઉજવી દિવાળી
ડેલાસ, ટેક્સાસ: હિંદુ અમેરિકન્સ દ્વારા બુધવાર, ૧૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ડેલાસમાં દિવાળી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૭૫૦ એલબીજે ફ્રીવે ખાતે સાંજે ૫થી ૮:૩૦ વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ડી.સી. મંજુનાથ, Friscoના મેયર Mark Hill સહિત ડેલાસ–ફોર્ટ વર્થ વિસ્તારના મેયરો, મેયર પ્રો ટેમ, કાઉન્ટી કમિશનર, સિટી કાઉન્સિલ સભ્યો અને સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાયલ એકેડમીના શ્રીમતી નીરવા શાહ ની બહેનો એ સુંદર રામાયણના થીમ પર નૃત્ય માટીકામ અને નૃત્ય રજુ કરેલ કાર્યક્રમમાં નાગરિક આગેવાનોના સંબોધન, મુખ્ય વક્તાનું પ્રવચન, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, રાત્રિભોજન અને નેટવર્કિંગ યોજાયાં હતાં.
Indian Association of North Texasના સભ્યો તેમજ વિવિધ મંદિરો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. ઉપસ્થિતોએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય સંસ્કૃતિ તથા સમુદાયની એકતાની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત જાહેર પ્રતિનિધિઓ અને આગેવાનોમાં નીચેના લોકોનો સમાવેશ થયો હતો.
Addison: Mayor Bruce Arfsten, Mayor Pro Tem Chris DeFrancisco અને Community Engagement પ્રતિનિધિ Suchi Rao – Dallas County: Commissioner Andy Sommerman (Tom Ervin) – White Settlement: Mayor Faron Young અને Mayor Pro Tem Amber Munoz – Haltom: Mayor Pro Tem Kyle Hantz – Rowlett: Mayor Jeff Winget અને Deputy Mayor Pro Tem John Bowers III – Plano: Mayor John B. Muns – Rockwall: Commissioner Bobby Gallana – Forney: Mayor Pro Tem Sarah Salgado – Pantego: Mayor Russ Brewster – Murphy: Mayor Pro Tem Elizabeth Abraham – Balch Springs: Mayor Rodney Taylor – DeSoto: Mayor Pro Tem Letitia Hughes – Frisco: Mayor Mark Hill અને Council Members Burt Thakur તથા Jared Elad – Lowry Crossing: Mayor Pat Kelly – County Clerk: Stacy Kemp – Richardson: Council Members Jennifer Justice અને Daniel Burdette – Carrollton: Mayor Steve Babick આ ઉપરાંત, નીચેની સંસ્થાઓ અને મંદિરોના સભ્યો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
– Indian Association of North Texas – Radha Krishna Temple – DFW Hindu Temple – Sai Temple – ShreenathNath Dham Haveli Vyo – Karyasiddhi Hanuman Temple – Shree Ram Mandir – Greater Hindu Temple of Fort Worth – Hari Mandir – BAPS – Shree Raghunath Temple વિવિધ શહેરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંસ્થાઓ અને મંદિરોના સભ્યોની સહભાગિતાએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. આ સમારંભે દિવાળીની ઉજવણી સાથે સ્થાનિક આગેવાનો અને ભારતીય અમેરિકન સમુદાય વચ્ચે સંપર્ક અને સંવાદ માટે પણ સુંદર અવસર પૂરો પાડ્યો હતો.