Child Abuse Charges | અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ખ્રિસ્તી મિશનરી અબ્રાહમ જયપાલ પાપાબાથિની સામે ભારતમાં સગીર વયની છોકરીઓના જાતીય શોષણના આરોપસર અમેરિકામાં ફેડરલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
53 વર્ષીય પાપાબાથિની પર વિદેશમાં સગીરો સાથે ગેરકાયદેસર જાતીય પ્રવૃત્તિ કરવાના 4 આરોપો મૂકવામાં આવ્યા છે. અમેરિકાની FBI આ કેસમાં અન્ય સંભવિત પીડિતાઓ અને સાક્ષીઓની માહિતી એકત્ર કરી રહી છે.
પાપાબાથિની ‘Rescuing Lives’ નામની અમેરિકન બિનનફાકારક સંસ્થાના પ્રમુખ હતા. આ સંસ્થા ભારતનાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો તથા વિધવાઓને આશ્રય, શિક્ષણ અને અન્ય સહાય પૂરી પાડવા માટે દાન એકત્ર કરતી હતી.
સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શાળા અને ચિલ્લાકલ્લુમાં અનાથાશ્રમ ચલાવવામાં આવે છે. અમેરિકાના ટેક્સ રેકોર્ડ મુજબ, સંસ્થાને 2020થી 2024 દરમિયાન 3.1 મિલિયન ડોલરથી વધુનું દાન મળ્યું હતું.
ફેડરલ તપાસકર્તાઓના આક્ષેપ મુજબ, પાપાબાથિનીએ 2022થી 2024 દરમિયાન ભારતની મુલાકાતો વખતે સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું.
FBIના સોગંદનામાને ટાંકતા મીડિયા અહેવાલો અનુસાર, એક 15 વર્ષીય બાળકી અને અન્ય બે સગીરાઓએ પણ શોષણ અંગે આક્ષેપો કર્યા છે.
પાપાબાથિનીની 7 નવેમ્બરે FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 17 નવેમ્બરે મિઝોરીની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ તેમની સામે આરોપનામું રજૂ કર્યું હતું. તેઓ હાલ અમેરિકાની કસ્ટડીમાં છે.
આ કેસમાં FBIએ અન્ય સંભવિત પીડિતાઓ અને સાક્ષીઓને આગળ આવવા અપીલ કરી છે. દોષિત ઠરશે તો પાપાબાથિનીને દરેક આરોપમાં મહત્તમ 40 વર્ષની જેલની સજા થઈ શકે છે.
જોકે, આરોપનામામાં કરવામાં આવેલા આક્ષેપો હજુ સાબિત થયા નથી અને કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
