Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ

Chief Editor November 5, 2026
5-11 Mo8

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ

જીનટેક કોન્ક્લેવ 2026 દ્વારા ગુજરાતના ટેક્નોલોજી-આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા અને વેગ મળશે: મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા’ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોપ્રે્યોરશિપ જીનટેક કોન્ક્લેવ ૨૦૨૬’નું ગાંધીનગર ખાતે આયોજન

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

**********
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આજે ‘ગ્રોથ ફંડ’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ ઇનોવેશનના વ્યાપારીકરણને વેગ આપવાનો અને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-૨૦૪૭’ના વિઝનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત યોગદાન આપવાનો છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા’ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોપ્રે્યોરશિપ (GInTech) કોન્ક્લેવ ૨૦૨૬’નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ગ્રોથ ફંડનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં TRL-4 સુધીના પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સને પૂર્ફ-ઓફ-કોન્સેપ્ટ, ટેક્નોલોજી વેલિડેશન, વિવિધ ટ્રાયલ્સ અને સંબંધિત વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે રૂ. ૩૦ લાખ સુધીની ગ્રાન્ટ સહાય પ્રાપ્ત કરવા પાત્રતા રહેશે. તે જ રીતે, TRL-5 અને તેનાથી આગળના અદ્યતન તબક્કાના સ્ટાર્ટ-અપ્સને પાઇલટ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન, પિવોટિંગ તથા બજારમુખી વિકાસ સંબંધિત જરૂરિયાતો માટે પ્રતિ સ્ટાર્ટ-અપ રૂ. ૨ કરોડ સુધીની ઇક્વિટી-લિંક્ડ કન્વર્ટિબલ ફંડિંગ સહાય મેળવવાની પાત્રતા રહેશે.

મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું હતું કે આજે દેશભરમાં આશરે ૨,૬૦,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર્ડ થયા છે, જેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ સક્રિય છે. આ સાબિત કરે છે કે ગુજરાત આજે દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં યુવાનો આગળ વધી પોતાના આઈડિયાને પ્રોડક્શન લાઇન સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નીતિઓ પણ બનાવવામાં આવી છે. અગાઉના સમયમાં જ્યાં યુવાનો માત્ર સર્ટિફિકેટ મેળવીને સરકારી કે કોર્પોરેટ નોકરીની અપેક્ષા રાખતા હતા, તેની જગ્યાએ આજે યુવાઓની માનસિકતા બદલાઈ છે અને તેઓ નોકરી મેળવવાના બદલે પોતાના આઈડિયાઝ થકી સ્ટાર્ટઅપ શરૂ કરી અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે.

આજે લોન્ચ કરેલી યોજના દ્વારા ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને તેમના નવાચારને પ્રયોગશાળાથી બજાર સુધી પહોંચાડવામાં જરૂરી નાણાકીય સહાય અને વૃદ્ધિ માટેની મજબૂત તક ઉપલબ્ધ થશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પ્લેટફોર્મમાં ગુજરાતના સફળ પ્રદર્શન, કેટલાક શ્રેષ્ઠ ઇનોવેશન અને વૈશ્વિક સ્તરે સંરેખિત નવીનતાઓને અનુવાદિત કરવામાં ગુજરાતની આગામી યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે તમામ હિસ્સેદારોને નીતિઓ, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક માળાગત સુવિધાઓ અને ટેક્નોલોજી કેન્દ્રિત વ્યૂહાત્મક પ્લેટફોર્મનો લાભ લેવા આમંત્રણ આપ્યું. આ કેન્દ્રિત અભિગમને કારણે સ્ટ્રેટેજિક વૈશ્વિક ભાગીદારીઓ સફળ બની શકી છે અને સ્ટાર્ટ અપ સેક્ટરને વેગ મળશે.

આ કોન્ક્લેવમાં ગુજરાતના 6 ઝોનમાં STBI ના 8 પ્રાદેશિક ઇનોવેશન સેલ્સની જાહેરાત કરવામાં આવી હતી. કોહોર્ટ આધારિત એક્સિલરેશન પ્લેટફોર્મ, આત્મનિર્ભર ગુજરાત ફેલો, શેડો ઇન્ટર્નને પ્રોત્સાહન અને રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત એક્સિલરેટર એજન્સીઓ સાથે MoU કરવામાં આવ્યા હતા.

કોન્ક્લેવમાં STBIના ડાયરેક્ટર ડૉ. આનંદ ભાડળકર તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઉદ્યોગ જગત, રોકાણકારો, ઇન્ક્યુબેટર/એક્સિલરેટર તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए
Next: એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના
  • ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ
  • लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए
  • લોસ એન્જલસમાં દિવાળી અને હનુક્કાહની ઉજવણી: ભારતીય-યહૂદી સમુદાયો એક મંચ પર આવ્યા
  • चुनाव में भारतीय मूल के उम्मीदवारों का दबदबा: पिया, सुहास और अरुणा की जीत
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.