Deepak Sandhu sentenced life For murder | બ્રિટનમાં ચીનની 39 વર્ષીય મહિલા શિયાઓકિંગ કેની હત્યાના કેસમાં ભારતીય નાગરિક દીપક સંધુ (24)ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે તેને ઓછામાં ઓછા 28 વર્ષ જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે. હત્યા ઉપરાંત ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના આરોપમાં પણ તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, દીપક સપ્ટેમ્બર 2024માં વિદ્યાર્થી વિઝા પર બ્રિટન આવ્યો હતો. તે સાઉધમ્પ્ટન સોલેન્ટ યુનિવર્સિટી (University of Southampton)માં IT અભ્યાસક્રમમાં જોડાયો હતો, પરંતુ હાજરી નબળી હોવાને કારણે 6 મહિના બાદ તેને અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને તેનો વિઝા રદ થયો હતો. તે બાંધકામ સ્થળોએ કામ કરતો હતો.
દીપકની મુલાકાત શિયાઓકિંગ સાથે સાઉધમ્પ્ટનના એક વેશ્યાગૃહમાં થઈ હતી, જ્યાં તે ગ્રાહક તરીકે જતો હતો અને મહિલા કામ કરતી હતી. બંને વચ્ચે ટૂંકા સમય માટે સંબંધ બંધાયો હતો. કોર્ટમાં જણાવાયું કે દીપકે પોતે મોડેલ અને અભિનેતા હોવાની ખોટી ઓળખ આપી હતી. બંને ગૂગલ ટ્રાન્સલેટ એપ દ્વારા વાતચીત કરતા હતા.
શિયાઓકિંગને દીપકની છેતરપિંડી અને તેના પર્સમાંથી 500 પાઉન્ડની ચોરી અંગે જાણ થતાં તેણે ઓગસ્ટ 2025માં સંબંધનો અંત લાવ્યો હતો. ત્યારબાદ દીપકે પૈસા પરત આપવાનું કહીને તેને મળવા બોલાવી હતી. કોર્ટમાં જણાવાયું કે તેનો હેતુ બદલો લેવાનો હતો.
શિયાઓકિંગના એરબીએનબી આવાસના ડોરબેલ કેમેરામાં દીપક ચહેરા પર સ્કાર્ફ બાંધીને આવતો અને લગભગ 90 મિનિટ બાદ નીકળતો દેખાયો હતો. બીજા દિવસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં છરીના ઘાને કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.
દીપકે બર્મિંગહામથી મુંબઈની એકતરફી ફ્લાઇટ બુક કરી હતી, પરંતુ 12 ડિસેમ્બરે સાઉધમ્પ્ટનથી બર્મિંગહામ એરપોર્ટ જતી બસમાં મુસાફરી દરમિયાન પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
