Kavi Nyx The Voice | અમેરિકાના પ્રખ્યાત સંગીત રિયાલિટી શો ‘ધ વોઈસ’ (The Voice) ની સિઝન ૩૦ માં એટલાન્ટાની ૧૭ વર્ષીય ભારતીય મૂળની પ્રતિભાશાળી કિશોરી સંજના સંતોષ, જે સ્ટેજ પર ‘કવિ નિક્સ’ (Kavi Nyx) ના નામથી પ્રખ્યાત છે, તેણે શાનદાર શરૂઆત કરી છે.
પોતાના બ્લાઇન્ડ ઓડિશન દરમિયાન કવિ નિક્સે લોકપ્રિય ગાયિકા બિલી એલિશનું પ્રખ્યાત ગીત “વાઇલ્ડફ્લાવર” (Wildflower) અત્યંત સુંદર અંદાજમાં ગાયું હતું.
તેના ગાયનમાં ભારતીય શાસ્ત્રીય સંગીત (કાર્નાટિક મ્યુઝિક) ની અનોખી ઝાંખી જોવા મળી હતી, જેનાથી કોચ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ગીત શરૂ થતાં જ તરત જ જજે ચેર ટર્ન કરી હતી અને અંતે ત્રણ કોચ દ્વારા તેમની ખુરશી ફેરવવામાં આવી હતી. કવિ નિક્સે પોપ સોંગમાં શાસ્ત્રીય સંગીતના રાગ અને ફ્રિઝ્સ ઉમેરીને સંગીત પ્રેમીઓનું દિલ જીતી લીધું છે.
તેણીએ પોતાની આ અદભુત ગાયકીથી શોના મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. એટલાન્ટાના સ્થાનિક સમુદાય અને સંગીત જગતમાં તેમની આ સિદ્ધિ પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પણ તેમના આ ઓડિશનના વીડિયોએ ધૂમ મચાવી છે. ‘ધ વોઈસ’ના આગામી રાઉન્ડમાં તેઓ કઈ રીતે પોતાની ગાયકીનું પ્રદર્શન કરે છે તે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક છે.
કવિ નિક્સની આ સફળતાથી વિદેશી મંચ પર ભારતીય મૂળના યુવા કલાકારોની પ્રતિભા ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચમકી ઉઠી છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
