Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ફ્લોરિડામાં 7 વર્ષના બાળકના ડૂબી જવાથી મોત મામલે ભારતીય મૂળની ડૉક્ટરની ધરપકડ

Chief Editor October 8, 2026
Indian-origin doctor arrested in Florida following the drowning death of a 7-year-old boy under her supervision

Doctor Arrested Florida | અમેરિકાના લુઈઝિયાના રાજ્યની એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરની ફ્લોરિડામાં ધરપકડ કરવામાં આવી છે.

આ ડૉક્ટર પર 7 વર્ષના બાળકના ડૂબી જવાથી થયેલા મોત મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે આ ઘટના બની ત્યારે બાળક તેની દેખરેખ હેઠળ હતું.

પોલીસ તપાસ અનુસાર, આ ગંભીર ઘટના ગત એપ્રિલ મહિનામાં ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં એક કોમ્યુનિટી સ્વિમિંગ પુલ પર બની હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આરોપી ડૉક્ટરની ઓળખ સુકાન્થિની “સુકી” સુબૈયા તરીકે થઈ છે, જેઓ વ્યવસાયે ચિકિત્સક છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ડૉક્ટર સુબૈયા એપ્રિલમાં પોતાના પરિવારને મળવા ઓર્લાન્ડો ગયા હતા અને તેઓ પોતાના 7 વર્ષના પુત્ર તેમજ પડોશના બે 7 વર્ષના જોડિયા બાળકોને સ્વિમિંગ પુલ પર લઈ ગયા હતા.

જોડિયા બાળકોની માતાએ તેમને બાળકોને સ્વિમિંગ માટે લઈ જવાની પરવાનગી આપી હતી. તપાસમાં સામે આવ્યું કે ડૂબી ગયેલા બાળક કુશીલ બંડીએ લાઇફ જેકેટ પહેર્યું ન હતું, જોકે તેની બહેને પહેર્યું હતું. ડૉક્ટરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમને લાગ્યું કે બાળકને તરતા આવડે છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ, બાળકો સાંજે 6:19 વાગ્યે પુલમાં પ્રવેશ્યા હતા અને થોડી જ મિનિટોમાં બાળક પાણીમાં સંઘર્ષ કરતો દેખાયો હતો તેમજ 6:21 વાગ્યે તે પાણીમાં ડૂબી ગયો હતો.

પોલીસનો દાવો છે કે ડૉક્ટર સુબૈયાએ બાળકના ડૂબવાના વિસ્તાર તરફ જોયું હોવા છતાં તરત જ તેને બચાવવા માટે કોઈ પગલાં લીધા ન હતા.

આશરે ૬:૨૬ વાગ્યે તેમણે પુલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ પાણી ઘૂંટણ સુધી પહોંચતા જ તેઓ અટકી ગયા હતા અને અન્ય બે બાળકોને ડૂબેલા બાળકને બહાર કાઢવા કહ્યું હતું. બાદમાં અન્ય એક વ્યક્તિએ બાળકને બહાર કાઢ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ અને તપાસકર્તાઓનું કહેવું છે કે ડૉક્ટર હોવાને કારણે તેઓ ઓક્સિજનની અછત અને લાંબા સમય સુધી પાણીમાં રહેવાના જોખમો સારી રીતે જાણતા હતા.

પોલીસ દ્વારા તેમની સામે બાળકના મૃત્યુના કેસમાં ગંભીર બેદરકારી બદલ મેન્સલૉટર (મનુષ્યવધ)નો ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ, ડૉક્ટરના વકીલે આ આરોપોને ફગાવી દીધા છે અને તેને માત્ર એક દુર્ઘટના ગણાવી છે. આ મામલે આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Louisiana (લુઈઝિયાના) USA (અમેરિકા)

Post navigation

Previous: લોસ એન્જલસમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે ‘હિન્દી દિવસ 2026’ની ભવ્ય ઉજવણી
Next: लॉस एंजिल्स में भारतीय दूतावास में ‘हिंदी दिवस 2026’ का भव्य आयोजन
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.