Hindi Diwas 2026 | અમેરિકાના લોસ એન્જલસ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ કાર્યાલય ખાતે ‘હિન્દી દિવસ 2026’ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, હિન્દી શિક્ષકો અને ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મહોત્સવે પેઢીઓ અને સંસ્કૃતિઓને જોડવામાં હિન્દી ભાષાના મહત્વને રેખાંકિત કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કોન્સુલ જનરલ ડૉ. કે.જે. શ્રીનિવાસે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે ભારતીય પ્રવાસી પરિવારની યુવા પેઢીને હિન્દી સહિત ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાગત પરંપરાઓ સાથે સતત જોડાયેલા રહેવા આહ્વાન કર્યું હતું.
મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ હિન્દીમાં કવિતાઓ રજૂ કરી હતી અને ભાષા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો. કોન્સુલ જનરલે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર એનાયત કર્યા હતા, જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 3 વિદ્યાર્થીઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, અમેરિકામાં યુવા પેઢીને હિન્દી શિખવવામાં અમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકોનું પણ કોન્સ્યુલેટ તરફથી શાલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના સંકલનમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસ (IALA)ના પ્રમુખ અને પ્રમુખ અગ્રણી સુનીલ અગરવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી.
लॉस एंजिल्स स्थित भारत के महावाणिज्य दूतावास ने छात्रों, शिक्षकों और भारतीय-अमेरिकी प्रवासी समुदाय के सदस्यों के साथ हिंदी दिवस 2026 मनाया।
कार्यक्रम में छात्रों द्वारा प्रस्तुतियाँ, हिंदी के महत्व पर उनके विचार एवं अनुभव, तथा हिंदी भाषा को जीवंत और समृद्ध बनाए रखने में योगदान देने वाले व्यक्तियों, विशेष रूप से अमेरिका में हिंदी शिक्षण के प्रति समर्पित शिक्षकों, का सम्मान किया गया।
महावाणिज्यदूत डॉ. के. जे. श्रीनिवास ने हिंदी शिक्षकों को सम्मानित किया तथा प्रतिभागी छात्रों को प्रमाण-पत्र एवं विशेष पुरस्कार प्रदान किया ।The Consulate General of India in Los Angeles celebrated Hindi Diwas 2026 with students, teachers and members of the Indian-American Diaspora community. The programme featured student #presentations, #reflections on the importance of Hindi, and #recognition of those helping keep the language vibrant especially the teachers who have dedicated themselves to teaching Hindi in the USA. CG @drkjsrini felicitated Hindi teachers and presented certificates and special awards to participating students.
@MEAIndia @IndianEmbassyUS @IndianDiplomacy @RajbhashaVibhag @EduMinOfIndia @MinOfCultureGoI @iccr_hq @diaspora_india @MyGovHindi @mygovindia @PIBHindi @PIB_India @MIB_India @IndiaAbroad_ @IndiaCurrents @indiawestnews @indicanews1 @TeluguTimesNews @NRIPulse @nritonri @yoindiatv @tvasianetwork @newsindia5 @ambazaarmag @american_desi #SDIndian #SanDiegoDesi
#IndiainLA #HindiDiwas2026 #हिंदीदिवस #हिंदी #राजभाषा #HindiOurPride #IndianDiaspora #IndiaInUSA
— India in Los Angeles (@CGILosAngeles) October 6, 2026
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
