Ganesh Chaturthi Sydney | ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની સ્થિત રોસેલા, હેરિસ પાર્ક (NSW 2150) ખાતે ઇન્ડિયન કોમ્યુનિટી ફોર્મ (Indian Community Forum-ICF) દ્વારા ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ગણપતિ બાપ્પાનું સ્થાપન 14/9/2026, સોમવારના રોજ કરવામાં આવશે. ત્યારબાદ ઉત્સવનું વિસર્જન 20/9/2026, રવિવારના રોજ થશે.
આ દિવસો દરમિયાન દરરોજ સવારે 9:30 AM વાગ્યે મંગળા આરતી અને સાંજે 7:00 PM વાગ્યે સંધ્યા આરતી તથા દર્શનનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકશે.
આ ભક્તિમય મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક છે. સ્પોન્સરશિપ તેમજ દાન આપવા ઈચ્છુક ભક્તો દિપીકા મિસ્ત્રી (0421 159 518) અથવા રાજ કુમાર (0432 379 232)નો સંપર્ક કરી શકે છે.

ICF દ્વારા તમામ લોકોને આ પવિત્ર મહોત્સવમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
