Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો (Economic Sanctions) ને દરકિનાર કરવા માટે ઈરાને (Iran) ચીન (China) સાથે એક ખાસ બાર્ટર સિસ્ટમ (Barter System) અપનાવી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈરાને ચીનને ક્રૂડ ઓઈલ (Crude Oil) સપ્લાય કરીને તેના બદલામાં અબજો ડોલરની કિંમતના સૈન્ય અને એર ડિફેન્સ ઇક્વિપમેન્ટ (Air Defense Equipment) સહિતનો સામાન ખરીદ્યો છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ દેશ તેલનું વેચાણ કરે છે, ત્યારે તેનું ચુકવણું ડોલર (Dollar) કે અન્ય આંતરરાષ્ટ્રીય કરન્સીમાં થાય છે, જેને બેંકિંગ નેટવર્ક (Banking Network) દ્વારા સહેલાઈથી ટ્રેક કરી શકાય છે. ઈરાને આ ટ્રેકિંગથી બચવા માટે સીધા સામાનની આપ-લે એટલે કે વસ્તુ વિનિમાય પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.
આ ગુપ્ત ડીલ હેઠળ ઈરાને ચીન પાસેથી હવાઈ હુમલાઓ સામે રક્ષણ આપતા અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) અને અન્ય લશ્કરી સાધનો મેળવ્યા છે.
તાજેતરમાં મધ્ય પૂર્વ (Middle East) માં વધેલા તણાવ વચ્ચે ઈરાન પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા સાથે સૈન્ય ક્ષમતા (Military Capacity) ને પણ મજબૂત કરી રહ્યું છે.
ચીન લાંબા સમયથી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનાર મુખ્ય દેશ રહ્યો છે. આ નવી બાર્ટર ડીલથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો અમેરિકાના દબાણ છતાં પોતાના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ઈરાન પર કોઈ ખાસ અસર ન પડે.
