100 year old Hindu temple demolished in Pakistan Punjab news
Hindu Temple Demolished In Pakistan | પાકિસ્તાનના (Pakistan) પંજાબ (Punjab) પ્રાંતમાંથી અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાની એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે.
લાહોરથી (Lahore) આશરે 130 કિલોમીટર દૂર આવેલા નારોવાલ (Narowal) જિલ્લાના સિરાજ (Siraj) ગામમાં 100 થી 125 વર્ષ જૂનું ઐતિહાસિક હિન્દુ મંદિર (Hindu Temple) જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
સ્થાનિક હિન્દુઓ અને લઘુમતી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે બાજુમાં આવેલા મદ્રેસાનો (Madrassa) વિસ્તાર કરવા માટે ઉગ્રવાદીઓ દ્વારા આ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ મંદિર આશરે 1,000 ચોરસ મીટર જમીન પર ફેલાયેલું હતું.
સ્થાનિક લઘુમતી સંસ્થાઓ અને પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટીના (PMMP) ચેરમેન અસલમ પરવેઝ સાહોત્રાના જણાવ્યા મુજબ, 21 ઓગસ્ટના રોજ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) સાથે જોડાયેલા લોકોએ મંદિરની તોડફોડ કરી હતી. એટલું જ નહીં, હુમલાખોરો મંદિરના શિખર પર લગાવેલા ધાતુના કળશ, ઇંટો અને અન્ય સામગ્રી પણ ચોરી ગયા હતા.
બીજી તરફ, પાકિસ્તાન સરકારના ઇવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના (ETPB) વરિષ્ઠ અધિકારી રાણા ઇફ્તિખારે કટ્ટરપંથીઓના આક્રમણના આરોપોને ફગાવી દેતા દાવો કર્યો છે કે ભારે વરસાદને (Torrential Rains) કારણે મંદિરની જૂની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે આ મંદિર 100 વર્ષથી પણ વધુ જૂનું હતું.
હિન્દુ નેતા રત્તન લાલ અને લઘુમતી અગ્રણીઓએ સ્થાનિક પ્રશાસન અને ETPB પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે મદ્રેસાના સંચાલકોએ આસપાસની જમીન પર ગેરકાયદેસર કબજો (Illegal Occupation) કરી લીધો હતો.
સ્થાનિક હિન્દુઓ હવે તે સ્થળે જતાં પણ ડરી રહ્યા છે. લઘુમતી સમુદાયે પાકિસ્તાન સરકાર પાસે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અને મંદિરનું પુનઃનિર્માણ (Reconstruction) કરવાની માગ કરી છે.
