Russia Gas Plant Fire | રશિયાના (Russia) સુદૂર પૂર્વમાં આવેલા અમૂર વિસ્તારના એક ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં (Gas Chemical Complex) મંગળવારે ભીષણ આગ અને ધમાકો થતાં મોટો અકસ્માત સર્જાયો છે.
આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જેમાં 6 ચીની નાગરિકો (Chinese Nationals) નો સમાવેશ થાય છે. આ સિવાય 9 અન્ય ચીની કર્મચારીઓ હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચાલુ છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ચીનની સરહદ નજીક આવેલા સ્વોબોદની (Svobodny) વિસ્તારના અમૂર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં થયો હતો. અહીં પાયરોલિસિસ યુનિટના (Pyrolysis Unit) ટેસ્ટિંગ અને કમિશનિંગ (Testing and Commissioning) દરમિયાન અચાનક વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી.
આ પ્લાન્ટ રશિયાની કંપની સિબુર (Sibur) અને ચીનની સરકારી કંપની સિનોપેક (Sinopec) નો એક મોટો જોઇન્ટ વેન્ચર પ્રોજેક્ટ (Joint Venture Project) છે.
અકસ્માતમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. સ્થાનિક તંત્રે કોઈ ડ્રોન એટેક (Drone Attack) નો ઇનકાર કર્યો છે અને ઔદ્યોગિક સુરક્ષા નિયમોના ભંગ અંગે તપાસ માટે એક સ્પેશિયલ કમિશનની રચના કરી છે.
🔥 WHILE CIA DIRECTOR RATCLIFFE SECRETLY LANDS IN MOSCOW, A $10–11 BILLION RUSSIAN-CHINESE MEGA-PLANT GOES UP IN FLAMES IN THE FAR EAST 🇷🇺
A major fire has erupted at the Amur Gas Chemical Complex — a $10–11 billion joint venture between Russia’s SIBUR (60%) and China’s Sinopec… pic.twitter.com/Xs8ZH7bBcc
— Slavic Networks (@SlavicNetworks) August 25, 2026
