સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક દુકાનદાર પોતાની દુકાન ખોલતા પહેલા શટર (Shutter) પર ચાવી (Key) ઘસતો અને અવાજ કરતો જોવા મળે છે.
આ વીડિયો પર 6.5 Millionથી વધુ વ્યુઝ આવી ચૂક્યા છે અને યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં આ પાછળના જુદા જુદા માન્યતાઓ અને કારણો જણાવી રહ્યા છે.
કેટલાક યુઝર્સનું માનવું છે કે દુકાન ખોલતી વખતે આ રીતે અવાજ કરીને ‘વેપારને જગાડવામાં’ આવે છે જેથી આખો દિવસ ધંધો સારો ચાલે.
આ સિવાય અન્ય એક લોકપ્રિય માન્યતા અનુસાર, શટર ખોલતા પહેલા ચાવી ઘસવાથી અંદર છુપાયેલા જીવ-જંતુઓ જેમ કે ગરોળી કે અન્ય કીટકો દૂર હટી જાય છે.
View this post on Instagram
આ સિવાય કેટલાક લોકોએ એવું પણ લખ્યું છે કે આમ કરવાથી દુકાનની આસપાસની નકારાત્મક ઊર્જા (Negative Energy) દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે.
વાયરલ વીડિયો અપલોડ કરનાર યુઝરે પણ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે વેપાર સારા રૂ. કમાઈ આપે અને દુકાન સારી ચાલે તે માટે લોકો પરંપરાગત રીતે આવી પ્રથા અનુસરે છે.
