Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભારતીય મૂળના જેઝ ગિટારવાદક પ્રિતેશ વાલિયાની અમેરિકામાં ICE દ્વારા અટકાયત

Chief Editor August 11, 2026
India-Born Jazz Guitarist Pritesh Walia Detained by ICE

India-Born Jazz Guitarist Pritesh Walia Detained by ICE

Pritesh Walia ICE | અમેરિકા (USA) માં વસતા ભારતીય મૂળના જાણીતા જેઝ ગિટારવાદક (Jazz Guitarist), સંગીતકાર (Composer) અને શિક્ષક (Educator) પ્રિતેશ વાલિયા (Pritesh Walia)ની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આ ઘટના બાદ તેમને કેલિફોર્નિયા (California) ના એડેલાન્ટો ICE પ્રોસેસિંગ સેન્ટર (Adelanto ICE Processing Center) માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 9 ઓગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવેલી એક અધિકૃત ફેમિલી સ્ટેટમેન્ટ (Family Statement)માં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટ લીઝા (Liza) નામની મહિલા દ્વારા શેર કરવામાં આવી છે, જે હાલ પ્રિટેશ વાલિયાનું એકાઉન્ટ સંભાળી રહી છે.

સ્ટેટમેન્ટ અનુસાર, પ્રિતેશ વાલિયા લોસ એન્જલસ (Los Angeles) પરત ફરી રહ્યા હતા ત્યારે 2 August ની રાત્રે અચાનક ICE અધિકારીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત દરમિયાન અધિકારીઓ દ્વારા પ્રિતેશ વાલિયાનો ફોન અને અન્ય વ્યક્તિગત સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આના કારણે તેઓ શરૂઆતમાં પરિવાર કે કાનૂની ટીમ (Legal Team)નો સંપર્ક કરી શક્યા ન હતા. હાલમાં તેમની કાનૂની ટીમ તેમને મુક્ત કરાવવા અને સમગ્ર બાબતનો ઉકેલ લાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.

પ્રિટેશ વાલિયા સંગીત ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેમણે બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક (Berklee College of Music) અને ન્યુ ઇંગ્લેન્ડ કન્ઝર્વેટરી (New England Conservatory) માંથી અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાની વિવિધ પ્રખ્યાત સંસ્થાઓમાં ગિટાર ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.

આ ઘટનાને પગલે સંગીત જગત અને NRI સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફેન્સ અને સહકર્મીઓ સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pritesh Walia (@priteshwalia)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Berklee College of Music (બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક) California (કેલિફોર્નિયા) ICE (યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ) USA (અમેરિકા)

Post navigation

Previous: અમેરિકા-ઈરાન યુદ્ધ: ડોનાલ્ડ ટ્રમ્પ બેકફૂટ પર, હોર્મુઝ સંકટ ઉકેલવા પરમાણુ કરાર વિના પણ યુદ્ધ વિરામ માટે તૈયાર
Follow

Recent Posts

  • ભારતીય મૂળના જેઝ ગિટારવાદક પ્રિતેશ વાલિયાની અમેરિકામાં ICE દ્વારા અટકાયત
  • અમેરિકા-ઈરાન યુદ્ધ: ડોનાલ્ડ ટ્રમ્પ બેકફૂટ પર, હોર્મુઝ સંકટ ઉકેલવા પરમાણુ કરાર વિના પણ યુદ્ધ વિરામ માટે તૈયાર
  • “મને નરેન્દ્ર નામથી નફરત છે”, પાક બોક્સરનો કિસ્સો સાંભળી PM મોદી ખડખડાટ હસી પડ્યા
  • સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરનો હોસ્ટેલમાં આપઘાત: રેગિંગ અને માનસિક ત્રાસના આરોપ બાદ 4 સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ
  • અમિત શાહ દિલ્હી પોલીસ કાર્યવાહી પર ચર્ચા કરશે: કિરેન રિજિજુ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.