Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરનો હોસ્ટેલમાં આપઘાત: રેગિંગ અને માનસિક ત્રાસના આરોપ બાદ 4 સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ

Chief Editor August 10, 2026
Doctor Found Dead At Surat Hostel, 4 Seniors Suspended For Alleged Harassment

Doctor Found Dead At Surat Hostel, 4 Seniors Suspended For Alleged Harassment

Surat Doctor Suicide | સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital Surat) અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC)ની પી.જી. બોયઝ હોસ્ટેલ (PG Boys Hostel)માં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર (Resident Doctor) હર્ષ પંડ્યા (Dr. Harsh Pandya)ના રહસ્યમય આપઘાત (Suicide)ની ઘટનાથી મેડિકલ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

29 વર્ષીય મૃતક ડોક્ટર પોતાના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો અને અન્ય જૂનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ (Ragging) તેમજ માનસિક ત્રાસ (Mental Harassment)ના ગંભીર આરોપો લગાવ્યા બાદ તંત્ર દ્વારા આકરાં પગલાં ભરીને ૪ સીનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ૬ મહિના માટે સસ્પેન્ડ (Suspended) કરી દેવામાં આવ્યા છે.

અરવલ્લી (Aravalli) જિલ્લાના વતની અને એમડી માઇક્રોબાયોલોજી (MD Microbiology)ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ડો. હર્ષ પંડ્યા રવિવારે હોસ્પિટલની ડ્યૂટી પર ન પહોંચતા સાથી મિત્રો હોસ્ટેલના રૂમ નંબર 1005 પર પહોંચ્યા હતા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

રૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડીને જોતાં તેઓ આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના પિતા અને અન્ય 9 જૂનિયર વિદ્યાર્થીઓએ લેખિત ફરિયાદ નોંધાવી હતી કે સીનિયરો દ્વારા સતત ગાળાગાળી, અમાનવીય વર્તન અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya)ની સૂચનાથી એન્ટી-રેગિંગ કમિટી (Anti-Ragging Committee)ની તાત્કાલિક બેઠક યોજાઈ હતી.

રાત્રે 8 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી સઘન તપાસમાં રેગિંગ અને શિસ્તભંગના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા હતા. જેના આધારે તંત્ર દ્વારા 4 સીનિયર તબીબો – ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિત ઘેવારિયા અને ડો. હીના ભૂતને 6 મહિના માટે હોસ્પિટલ કામગીરી, હોસ્ટેલ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા (HOD) સહિત ૪ ફેકલ્ટી સભ્યોને પણ કારણ દર્શાવો નોટિસ (Show Cause Notice) પાઠવવામાં આવી છે.

ખટોદરા પોલીસ (Khatodara Police) દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને એન્ટી-રેગિંગ એક્ટ (Anti-Ragging Act) હેઠળ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Khatodara Police (ખટોદરા પોલીસ) New Civil Hospital Surat (સુરત નવી સિવિલ હોસ્પિટલ) Ragging (રેગિંગ) Surat (સુરત)

Post navigation

Previous: અમિત શાહ દિલ્હી પોલીસ કાર્યવાહી પર ચર્ચા કરશે: કિરેન રિજિજુ
Next: “મને નરેન્દ્ર નામથી નફરત છે”, પાક બોક્સરનો કિસ્સો સાંભળી PM મોદી ખડખડાટ હસી પડ્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.