Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ છૂટતા વિનેશ ફોગાટની ભાવુક પ્રતિક્રિયા: ‘સિસ્ટમે સાથ ન આપ્યો, પણ લડાઈ ચાલુ રહેશે’

Chief Editor August 3, 2026
vinesh phogat brij bhushan singh

Vinesh Phogat Brij Bhushan Singh | દિલ્હીની એક અદાલતે (Court) સોમવારે (3 August 2026) ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) ને 6 મહિલા પહલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યા છે.

આ નિર્ણય આવ્યા બાદ સ્ટાર રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Group

વિનેશ ફોગાટે લખ્યું કે, “સત્તાધારી પાર્ટીના એક શક્તિશાળી નેતા સામે FIR નોંધાવવા માટે અમારે ખૂબ જ હિંમત એકઠી કરવી પડી હતી. બ્રિજભૂષણ શરણ સિંહે પોતાની સત્તા અને પ્રભાવના આધારે ઘણી છોકરીઓને ડરાવીને તેમના નામ પાછા ખેંચાવી લીધા હતા, પરંતુ કેટલીક મહિલા પહલવાનો અડીખમ રહીને કોર્ટમાં લડાઈ લડતી રહી.”

વિનેશે વધુમાં ઉમેર્યું કે, “અમને એ વાતનું ખૂબ જ દુઃખ છે કે કોર્ટે યૌન શોષણના આ આરોપોમાં તેમને દોષી ન માન્યા. શરૂઆતથી જ આખી સિસ્ટમ (System) અને સરકાર તેમને બચાવવામાં લાગી હતી. જોકે, અમે હિંમત હારી નથી. મહિલા પહલવાનોએ પોતાના વકીલોને આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં (High Court) અપીલ કરવાનો આદેશ આપી દીધો છે અને આ અપીલ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. અમારી આ લડાઈ ચાલુ રહેશે.”

આ કેસ 2023 માં શરૂ થયો હતો, જ્યારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા દેશના દિગ્ગજ ખેલાડીઓએ જંતર-મંતર પર ધરણા આપ્યા હતા. ત્યારબાદ Delhi Police દ્વારા પણ FIR નોંધવામાં આવી હતી અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Brij Bhushan Sharan Singh (બ્રિજભૂષણ શરણ સિંહ) Vinesh Phogat (વિનેશ ફોગાટ)

Post navigation

Previous: પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત
Next: સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.