Google Selfie Video | જીમેઇલ (Gmail) અથવા ગુગલ એકાઉન્ટ (Google Account) નો પાસવર્ડ (Password) ભૂલી જવો અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર (Registered Mobile Number) કે રિકવરી ઇમેઇલ (Recovery Email) નો એક્સેસ ન હોવો એ મોટાભાગના યુઝર્સ (Users) માટે મોટી સમસ્યા બની જાય છે.
લોકોની આ પરેશાની દૂર કરવા માટે ટેક કંપની (Tech Company) ગુગલે (Google) એક નવું સેફ્ટી ફીચર (Safety Feature) રજૂ કર્યું છે, જેને ‘સેલ્ફી વિડીયો વેરિફિકેશન’ (Selfie Video Verification) નામ આપવામાં આવ્યું છે.
આ નવા ફીચર (Feature) ની મદદથી યુઝર્સ (Users) એક શોર્ટ વિડીયો (Short Video) રેકોર્ડ કરીને પોતાની ઓળખ (Authenticity) સાબિત કરી શકશે અને પોતાના એકાઉન્ટ (Account) નો પાસવર્ડ રિકવર (Password Recovery) કરી શકશે. ગુગલે પોતાના અધિકૃત બ્લોગપોસ્ટ (Blog Post) માં આ અંગે માહિતી આપી છે.
જે યુઝર્સ (Users) પાસે એકાઉન્ટ રિકવરી (Account Recovery) માટે પરંપરાગત ઓપ્શન્સ (Options) ઉપલબ્ધ નથી, તેમના માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સૌથી પહેલા પોતાના ગુગલ એકાઉન્ટમાં સેટઅપ દરમિયાન એક રેફરન્સ વિડીયો સેવ કરવો પડશે. આ સેટઅપમાં યુઝરે પોતાના ડિવાઇસ ના કેમેરા સામે જોઈને ચહેરાની અમુક મૂવમેન્ટ્સ કરવાની રહેશે.
એકવાર આ રેફરન્સ વિડીયો સેવ થઈ ગયા પછી, જ્યારે પણ યુઝર પાસવર્ડ ભૂલી જશે ત્યારે ગુગલ એક નવો લાઇવ સેલ્ફી વિડીયો રેકોર્ડ કરવાનું કહેશે અને તેની સરખામણી જૂના વિડીયો સાથે કરીને એકાઉન્ટ ઓથેન્ટિકેટ (Authenticate) કરશે.
ગુગલે સ્પષ્ટ કર્યું છે કે એઆઈ ડીપફેક (AI Deepfake) કે ફેક ફોટોઝ (Fake Photos)થી બચવા માટે સિસ્ટમમાં મલ્ટિપલ સિક્યુરિટી લેયર્સ ઉમેરવામાં આવ્યા છે. આ સિવાય યુઝર્સનો બાયોમેટ્રિક ડેટા (Biometric Data) એન્ક્રિપ્ટેડ (Encrypted) સ્વરૂપે સુરક્ષિત રહેશે અને યુઝર ઈચ્છે ત્યારે તેને ડીલીટ પણ કરી શકશે.
