Harvard DOJ Investigation | અમેરિકાના ન્યાય વિભાગ (US Department of Justice – DOJ) એ પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University) સામે મોટી સિવિલ રાઇટ્સ (Civil Rights) તપાસ શરૂ કરી છે.
DOJના સિવિલ રાઇટ્સ ડિવિઝનના આસિસ્ટન્ટ એટોર્ની જનરલ Harmeet Dhillon (હરમીત ઢિલ્લોન) એ 20 July ના રોજ જાહેરાત કરી હતી કે હાર્વર્ડની ચીન (China) આધારિત દાતાઓ પાસેથી મળતી સ્કોલરશિપ (Financial Aid) અમેરિકી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ચીન પાસેથી $630 Million નું ફંડિંગ
વિદેશી ફંડિંગના ઓડિટ મુજબ, હાર્વર્ડ યુનિવર્સિટીને કુલ 4.5 બિલિયન ડૉલર નું વિદેશી ફંડ મળ્યું છે, જેમાં માત્ર ચીન તરફથી 630 મિલિયન ડૉલર થી વધુ રકમ સામેલ છે.
તપાસકર્તાઓ એ ચકાસી રહ્યા છે કે શું ડોનર એગ્રીમેન્ટ્સ (Donor Agreements) મુજબ અમુક દેશોના વિદ્યાર્થીઓને જ આ મદદ આપવામાં આવતી હતી, જે Civil Rights Act 1964 ના Title VI નું ઉલ્લંઘન હોઈ શકે છે.
હરમીત ઢિલ્લોને જણાવ્યું હતું કે, “દરેક અમેરિકી વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવાની સમાન તક મળવી જોઈએ. ફેડરલ ફંડ લેતી સંસ્થાઓ વિદેશી નાણાં સ્વીકારીને અમેરિકી નાગરિકોને આ લાભોથી વંચિત ન રાખી શકે.”
બીજી તરફ, હાર્વર્ડે તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે તેઓ તમામ નિયમોનું પાલન કરે છે અને કોઈ ભેદભાવ કરતા નથી.
