Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ

Chief Editor July 14, 2026
15 R1

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી


નાયબ મુખ્યમંત્રીશ્રીએ ધ્વજારોહણ કરી ભગવાન જગન્નાથજી સમક્ષ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી*
****
*ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
14-7-26
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ સંપન્ન થયું હતું. ધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત મહાનુભાવો સાથે ભગવાનની મહાઆરતીમાં સહભાગી થયા હતા. શ્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અણસરના ૧૫ દિવસ બાદ સ્વસ્થ થઈને નિજ મંદિર પધારેલા ભગવાનના તેજસ્વી સ્વરૂપના ‘નવયૌવન દર્શન’ સાથે ગર્ભગૃહમાં પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની પરંપરાગત નેત્રોત્સવ વિધિ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી, જ્યાં ભક્તોને ભવ્ય ‘સોનાવેશ’ (શણગાર)માં ભગવાનના દર્શનનો લહાવો મળ્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે મજબૂત સુરક્ષા વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રકલ્પો અને સોશિયલ પોલીસિંગ થકી તમામ આનુષંગિક તૈયારીઓ સુનિશ્ચિત કરી છે.
જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે ધ્વજારોહણ, નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી અંજુબેન શાહ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી જી.એસ.મલિક, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ‘રિફોર્મ એક્સપ્રેસ’ હેઠળ વધુ આઠ માળખાકીય સુધારાઓ
Next: ધોલેરાને વૈશ્વિક ઔદ્યોગિક હબ તરીકે સ્થાપિત કરશે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.