ગૂગલ (Google), મેટા (Meta), માઇક્રોસોફ્ટ (Microsoft) અને એપલ (Apple) જેવી દિગ્ગજ અમેરિકન ટેક કંપનીઓ દર વર્ષે ભારતમાંથી અબજો રૂપિયાની કમાણી કરી રહી છે. ફાઇનાન્સિયલ યર (Financial Year) 2024 ના ડેટા અનુસાર, ગૂગલ ઇન્ડિયાએ 31,000 કરોડ અને મેટા ઇન્ડિયાએ એડવર્ટાઇઝિંગ (Advertising) દ્વારા 22,700 કરોડ રૂપિયા કમાયા છે. સૌથી ચોંકાવનારી બાબત માઇક્રોસોફ્ટની છે, જેણે ભારતીય બજારમાંથી 28,700 કરોડ રૂપિયાની આવક મેળવી અને તેમાંથી આશરે 20,000 કરોડ રૂપિયા લાયસન્સ ફી (License Fee) અને રોયલ્ટી (Royalty) ના નામે સીધા અમેરિકા મોકલી દીધા છે.
યુઝર્સ ભારતના અને નફો અમેરિકામાં એક અંદાજ મુજબ, દર વર્ષે ટેક રેવન્યુ, ક્લાઉડ સર્વિસ (Cloud Service) અને રોયલ્ટી દ્વારા 1,50,000 કરોડથી વધુ રૂપિયા કાયદેસર રીતે ભારતમાંથી અમેરિકા જઈ રહ્યા છે. ભારતમાં વ્હોટ્સએપ (WhatsApp) ના 854 મિલિયન (Million), યુટ્યુબ (YouTube) ના 491 મિલિયન અને ઇન્સ્ટાગ્રામ (Instagram) ના 472 મિલિયન યુઝર્સ છે, જે અમેરિકા કરતા પણ બમણા છે. આ કંપનીઓ ભારતીય યુઝર્સના ડેટા અને એન્ગેજમેન્ટ (Engagement) નો ઉપયોગ કરીને મોટો નફો કમાય છે અને તેનો ફાયદો યુએસ શેરહોલ્ડર્સ (US Shareholders) ને ડિવિડન્ડ (Dividend) સ્વરૂપે મળે છે. એપલ ઇન્ડિયાની આવક પણ નાણાકીય વર્ષ 2025 માં 79,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
કન્ઝ્યુમર નહિ, શેરહોલ્ડર બનવાનો સમય દક્ષિણ કોરિયાના સામાન્ય રોકાણકારોએ અમેરિકન માર્કેટમાં 12 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. હવે ભારતીયો પણ જાગૃત થઈ રહ્યા છે અને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ યુએસ સ્ટોક માર્કેટ (US Stock Market) માં રોકાણ વધારી રહ્યા છે. જો ભારતીય રોકાણકારો માત્ર કન્ઝ્યુમર (Consumer) રહેવાને બદલે આ ગ્લોબલ મોનોપોલી (Global Monopoly) ધરાવતી કંપનીઓના શેરહોલ્ડર બને, તો ભારતમાંથી બહાર જતા નફાનો એક ભાગ રીટર્ન (Return) તરીકે પાછો મેળવી શકાય છે. આ માટે ઇન્ડમની (INDmoney) જેવી એપ્લિકેશન દ્વારા માત્ર 1 ડોલર (Dollar) એટલે કે 90 રૂપિયાથી પણ ફ્રેક્શનલ શેર્સ (Fractional Shares) ખરીદીને રોકાણની શરૂઆત કરી શકાય છે.
