Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકાની હોટેલમાં આગ લાગત નડિયાદના પરિવારના 3 સભ્યોના ગૂંગળામણથી કરૂણ મોત

Chief Editor July 2, 2026
Gujarat couple, daughter killed in fire at Ohio motel where they lived

Gujarat couple, daughter killed in fire at Ohio motel where they lived

Three gujarati Died in US Motel Fire | અમેરિકા (USA) ના ઓહાયો (Ohio) રાજ્યના વુસ્ટર (Wooster) સ્થિત ‘ઈકોનો લોજ’ મોટેલ (Econo Lodge Motel) માં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં ખેડા જિલ્લાના નડિયાદ (Nadiad)ના એક જ ગુજરાતી પરિવારના 3 સભ્યોના ધુમાડાના કારણે ગૂંગળામણથી કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે નડિયાદ સહિત અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મૃતકોની ઓળખ 46 વર્ષીય હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હીનાબેન સુથાર અને તેમની 20 વર્ષીય પુત્રી ઈશાની સુથાર તરીકે થઈ છે. મૂળ નડિયાદનો આ સુખી પરિવાર છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો. હિતેશભાઈ આ મોટેલમાં જ કામ કરતા હતા અને પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા.

સ્થાનિક સમય અનુસાર રાત્રે આશરે 1:30 વાગ્યે મોટેલની છત પર અચાનક ભયાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો (Smoke) એટલો તીવ્ર હતો કે પરિવાર રૂમની બહાર નીકળી શક્યો ન હતો.

મદદ માટે તેમણે મોટેલના ફ્રન્ટ ડેસ્ક (Front Desk) પર ફોન કર્યો હતો, જ્યાં તેમને સુરક્ષા માટે બાથરૂમમાં જઈ નળ ચાલુ રાખવાની સલાહ અપાઈ હતી. પરિવારે જીવ બચાવવા બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

ફાયર વિભાગ (Fire Department) ના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખી હોટેલ આગની લપેટમાં હતી. ફાયર ફાઇટર્સે રેસ્ક્યુ (Rescue) કરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ આગ પર કાબૂ મેળવવામાં સમય લાગી જતાં બાથરૂમમાં ઝેરી ધુમાડો ભરાઈ ગયો હતો.

પરિણામે, ત્રણેય સભ્યોના ગૂંગળામણથી પીડાદાયક મોત થયા હતા. મોટેલના કર્મચારીએ જણાવ્યું કે ફોન પર સુથાર પરિવાર મદદ માટે વિનંતી કરતો રડી રહ્યો હતો. આ ઘટનામાં 1 ફાયર ફાઇટરને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Fire (આગ) Kheda (ખેડા) Motel (મોટેલ) Nadiad (નડિયાદ) Ohio (ઓહાયો) USA (અમેરિકા)

Post navigation

Previous: Dfw Hindu temple ખાતે ભાગવતકથાનુ આયોજન
Next: ગુજરાતમાં મેઘમહેર: સુરત અને વલસાડમાં 7 ઈંચ જેટલો ભારે વરસાદ, 7 જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણી
Follow

Recent Posts

  • CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર
  • ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના
  • પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી
  • ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી
  • U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.