Rajesh Exports ED Raid | ગોલ્ડ એક્સપોર્ટ (Gold Export) ક્ષેત્રની જાણીતી કંપની રાજેશ એક્સપોર્ટસ (Rajesh Exports) પર પ્રવર્તન નિદેશાલય – ED (Enforcement Directorate) નો સંકજો વધુ મજબૂત બન્યો છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ (SEBI) કંપની પર 15.15 લાખ કરોડ રૂપિયાનું નકલી નિકાસ (Fake Export) દર્શાવવાનો આરોપ લગાવ્યા બાદ આ કંપની હેડલાઈન્સમાં આવી હતી.
સેબીએ કંપની અને તેના પ્રમોટર રાજેશ મહેતા (Rajesh Mehta) વિરૂદ્ધ વચગાળાનો આદેશ જાહેર કરી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શેરના ટ્રેડિંગ (Trading) પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
આ કૌભાંડની તપાસના ભાગરૂપે ED દ્વારા હાલમાં જ બેંગલુરુ (Bengaluru) અને મુંબઈમાં (Mumbai) રાજેશ એક્સપોર્ટસ લિમિટેડ સાથે જોડાયેલા 9 સ્થળો પર સર્ચ એન્ડ સીઝર (Search and Seizure) ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ – FEMA (Foreign Exchange Management Act) હેઠળ ચાલી રહેલી આ તપાસ દરમિયાન એજન્સીને અનેક મોટી ગેરરીતિઓ જોવા મળી છે:
વિદેશી લેવડદેવડના રેકોર્ડ ગાયબ: કંપની ઈમ્પોર્ટ, એક્સપોર્ટ અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (Foreign Investment) સંબંધિત પેમેન્ટ્સના સત્તાવાર દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આફ્રિકન માઇન્સમાં (African Mines) 1,035 કરોડ રૂપિયાના રોકાણના દાવા અંગેના કોઈ દસ્તાવેજો મળ્યા નથી. આ ઉપરાંત, વિદેશી વેપાર અને સ્થાનિક બિઝનેસના આંકડાઓ વચ્ચે આશરે 3,000 કરોડ રૂપિયાનો મોટો તફાવત જોવા મળ્યો છે.
40% સ્ટોક મિસમેચ: ફેક્ટરીના રજિસ્ટરમાં નોંધાયેલા સ્ટોક અને વાસ્તવિક સ્ટોક વચ્ચે લગભગ 40% નો મોટો તફાવત (Stock Mismatch) સામે આવ્યો છે.
MD અને CEO નો પગાર: સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કંપનીનું કન્સોલિડેટેડ રેવેન્યુ (Consolidated Revenue) આશરે 7.7 લાખ કરોડ રૂપિયા હોવા છતાં, કંપનીના એમડીને (MD) દર મહિને માત્ર 17,000 રૂપિયાનો પગાર ચૂકવાતો હતો. જ્યારે કંપનીના સીઈઓને (CEO) વર્ષ 2020 થી કોઈ પગાર જ મળ્યો નથી. ED ને તપાસ દરમિયાન કંપનીના શેર્સમાં શંકાસ્પદ બ્લોક ટ્રેડિંગના (Block Trading) પુરાવા પણ મળ્યા છે.
