Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Aadhaar ધારકો માટે મોટા સમાચાર, 1 જુલાઈથી આ સુવિધા મળશે તદ્દન મફત

Chief Editor June 24, 2026
Aadhaar Card

Free Aadhaar Email Update | આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે અનિવાર્ય અને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમામ સરકારી યોજનાઓથી લઈને બેંકિંગ અને ખાનગી કામો માટે આધાર કાર્ડનો ઉપયોગ ફરજિયાત છે, જેના કારણે તેને હંમેશા અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધાર ધારકો માટે એક ખુશખબર આપવામાં આવ્યા છે. UIDAIની નવી જાહેરાત અનુસાર, આગામી 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી આધાર કાર્ડમાં ઈમેઇલ આઇડી (Email ID) અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત આપવામાં આવશે.

સામાન્ય રીતે આ સુવિધા માટે ગ્રાહકોએ GST સાથે 75 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે, જે આગામી 6 મહિના માટે માફ રહેશે.

UIDAIના નિયમો મુજબ, જો તમે આ મફત સેવાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે ‘આધાર મોબાઇલ એપ’ (Aadhaar Mobile App) નો ઉપયોગ કરવો પડશે.

જો તમે આ એપ્લિકેશન દ્વારા તમારું ઈમેઇલ આઇડી અપડેટ અથવા ચેન્જ કરશો, તો તમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નહીં આવે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું કે આ ફ્રી ઓફર માત્ર ઓફિશિયલ મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ છે.

જો તમે અન્ય કોઈ માધ્યમ, ઓનલાઈન પોર્ટલ અથવા આધાર કેન્દ્ર પર જઈને આ પ્રક્રિયા કરાવશો, તો નિયત કરવામાં આવેલો 75 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

આધાર સાથે ઈમેઇલ આઇડી લિંક હોવાના ફાયદા

આધાર કાર્ડ સાથે ઈમેઇલ આઇડી લિંક રાખવાથી સુરક્ષા અને સુવિધા બંનેમાં મોટો ફાયદો થાય છે:

  • તત્કાલ નોટિફિકેશન: આધાર સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ અને ઓનલાઇન અપડેટ્સ સીધા તમારા ઈમેઇલ પર મળતા રહે છે.
  • સુરક્ષા અને એલર્ટ: જો કોઈ વ્યક્તિ તમારા આધારનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય, તો તેની ચેતવણી (Alert) તત્કાલ ઈમેઇલ પર આવી જાય છે.
  • ડેટા રિકવરી: ઈમેઇલ લિંક હોવાને કારણે ભવિષ્યમાં જો તમારો આધાર નંબર કે એનરોલમેન્ટ આઇડી ખોવાઈ જાય, તો તેને ઓનલાઇન ફરીથી સરળતાથી મેળવી શકાય છે.

તમારો ઈમેઇલ આધાર સાથે લિંક છે કે નહીં? આ રીતે કરો વેરિફાય

  • સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો.
  • ત્યાં આપેલા વિવિધ વિકલ્પોમાંથી ‘Verify Email/Mobile Number’ પસંદ કરો.
  • ત્યારબાદ ‘Verify Email Address’ પર ક્લિક કરી, તમારો આધાર નંબર, ઈમેઇલ આઇડી અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરીને ‘Submit’ કરો.
  • હવે તમારા રજિસ્ટર્ડ ઈમેઇલ પર એક ઓટીપી (OTP) આવશે, તેને નિર્ધારિત ખાનામાં ભરીને ફરી સબમિટ કરો.
  • આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ સ્ક્રીન પર ‘Aadhaar Authentication Successful’ નો મેસેજ આવી જશે, જે દર્શાવે છે કે તમારો ઈમેઇલ સફળતાપૂર્વક વેરિફાય થઈ ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Aadhaar Card (આધાર કાર્ડ)

Post navigation

Previous: 90 દિવસની ડેડલાઇન આજે પૂરી, આ નિયમો નહીં પાળનારાના ગેસ કનેક્શન કાયમ માટે થશે બંધ
Next: અમેરિકી પુસ્તકનો મોટો દાવો: જેડી વેન્સ ઈચ્છતા હતા કે ભારત રશિયા સામે લડવા સૈન્ય મોકલે, ટ્રમ્પે હસીને ના પાડી
Follow

Recent Posts

  • સેન ફ્રાન્સિસ્કોમાં કૌભાંડ: પૂર્વ ડેપ્યુટી ટ્રેઝરર તાજેલ શાહ પર મિત્રની કંપનીને 1 કરોડ ડૉલરનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ
  • ED Raids Rajesh Exports: કંપનીનું ટર્નઓવર 7.7 લાખ કરોડ અને MDનો પગાર માત્ર 17 હજાર! EDની રેડમાં ચોંકાવનારા ખુલાસા
  • CRED પાસે છે કરોડો ભારતીયોનો ફાઇનાન્શિયલ ડેટા: શું કુણાલ શાહ આ ડેટા માર્ક ઝકરબર્ગને સોંપી દેશે?
  • Money Plant: મની પ્લાન્ટ બેડરૂમમાં રાખો છો? આ ૩ ભૂલો બેંક એકાઉન્ટ કરી દેશે ખાલી!
  • રામ મંદિર ટ્રસ્ટના ખજાનામાંથી 5 વર્ષમાં સરકારને 396 કરોડ રૂપિયા મળ્યા! જાણો કઈ રીતે?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.