Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

તાપી-નર્મદામાં ભારે વરસાદનું રેડ એલર્ટ: આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી શક્ય

Chief Editor June 24, 2026
gujarat monsoon

Gujarat Monsoon 2026 | ગુજરાતમાં આ વર્ષે ચોમાસું (Monsoon) થોડું મોડું પડ્યું છે, પરંતુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં જ રાજ્યના વિવિધ ભાગોમાં ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. જેમાં વલસાડનું ઉંબરગામ 4.33 ઇંચ વરસાદ સાથે મોખરે રહ્યું છે, જ્યારે ડાંગના આહવામાં 3.07 ઇંચ અને રાજકોટના ગોંડલમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર, આગામી 3 કલાક માટે તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં 62 થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આજે સવારના બે કલાકમાં જ નર્મદાના સાગબારામાં 1.77 ઇંચ અને ડાંગના સુબિરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મહારાષ્ટ્રમાં અટકેલા ચોમાસા (Monsoon)એ હવે જોર પકડ્યું છે અને તે 23 જૂન 2026ના રોજ મુંબઈ સહિતના વિસ્તારોને આવરીને ગુજરાતની સરહદે પહોંચી ગયું છે. હવામાન વિભાગના મોન્સૂન ટ્રેક અનુસાર, આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં સત્તાવાર રીતે દસ્તક આપશે.

આજે 24 જૂન 2026ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સુરત અને વડોદરામાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન અનુક્રમે 35 ડિગ્રી અને 38 ડિગ્રી રહેશે.

બીજી તરફ, આગામી 5 દિવસ એટલે કે 27 જૂન 2026 સુધી ગુજરાતના તમામ બંદરો (જખૌથી પોરબંદર અને મુળદ્વારકાથી દમણ) પર 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 60 કિમી સુધી પહોંચવાની આશંકા છે.

દરિયામાં ઊંચા મોજા ઉછળવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. હાલમાં ઉત્તર રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી 2 મુખ્ય લો-પ્રેશર ટ્રફ અને 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી 25 થી 29 જૂન દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Gujarat (ગુજરાત) Monsoon (ચોમાસું)

Post navigation

Previous: U.S. Open માં ભારતીય મૂળના ત્રણ ગોલ્ફરોનો દબદબો: સાહિત થીગાલા, આરોન રાય અને અક્ષય ભાટિયા ટોપ-20 માં સામેલ
Next: 90 દિવસની ડેડલાઇન આજે પૂરી, આ નિયમો નહીં પાળનારાના ગેસ કનેક્શન કાયમ માટે થશે બંધ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.