Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટિકિટ ન હોય તો પણ TTE ટ્રેનમાંથી ક્યારેય ન ઉતારી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી શરૂ થઈ નવી ચર્ચા

Chief Editor June 17, 2026
Railway Ticket Rules

Railway Ticket Rules | સોશિયલ મીડિયા પર (Social media) અવારનવાર એવા વીડિયો વાયરલ (Viral video) થતા રહે છે જે લોકો વચ્ચે મોટી ચર્ચા જગાવે છે. હાલમાં જ ઇન્ટરનેટ પર એક એવો જ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાને મોડી રાત્રે ટ્રેનમાંથી (Train) નીચે ઉતરતી જોઈ શકાય છે.

વીડિયોમાં ભારે વરસાદ અને આસપાસ ઘાઢ અંધારું દેખાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા પાસે માન્ય ટિકિટ (Valid ticket) ન હતી, જેના કારણે ટિકિટ પરીક્ષક એટલે કે ટીટીએ (TTE) તેને ટ્રેનમાંથી ઉતરી જવા માટે કહ્યું હતું.

આ ઘટના સામે આવ્યા બાદ રેલવે કર્મચારીઓની સંવેદનશીલતા અને મુસાફરોની સુરક્ષા (Passenger safety) અંગે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા અને વિવાદ શરૂ થયો છે.

વીડિયોનો માત્ર એક નાનો ભાગ જ સામે આવ્યો હોવાથી ટ્રેનમાંથી ઉતરતા પહેલા યુવતી અને ટીટીઈ વચ્ચે શું વાતચીત થઈ હતી તેની સત્તાવાર વિગતો હજુ અકબંધ છે. પરંતુ આ ઘટનાના કારણે લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.

Train TICKET CHECKER seen forcing young girl off Train at midnight during heavy rain over missing ticket. pic.twitter.com/G9SkJZdE6p

— Ghar Ke Kalesh (@gharkekalesh) June 14, 2026

કેટલાક લોકોનું કહેવું છે કે રેલવે અધિકારીઓએ પોતાની ફરજ બજાવી છે કારણ કે વગર ટિકિટે મુસાફરી કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે. બીજી તરફ, લોકોનો મોટો વર્ગ માને છે કે અહીં મુખ્ય મુદ્દો નિયમોનો નહીં પણ એક મહિલાની સુરક્ષાનો છે.

મોડી રાત્રે, અંધારામાં અને મુશળધાર વરસાદ વચ્ચે કોઈ એકલી મહિલાને (Single woman) નાના કે અજાણ્યા સ્ટેશન પર ઉતારી દેવી બિલકુલ યોગ્ય નથી. આવી પરિસ્થિતિઓમાં રેલવે પ્રશાસને માનવીય અભિગમ દાખવવાની જરૂર છે.

આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા યૂઝર્સે ભારતીય રેલવે અધિનિયમની કલમ 139 નો (Section 139 of Indian Railways Act) ઉલ્લેખ કર્યો છે.

રેલવેના નિયમો અનુસાર, રાત્રે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યાની વચ્ચે કોઈપણ એકલી મહિલા અથવા સગીર (Minor) બાળકને માત્ર ટિકિટ ન હોવાના કારણે કોઈપણ નાના કે અસુરક્ષિત સ્ટેશન પર બળજબરીપૂર્વક ટ્રેનમાંથી નીચે ઉતારી શકાતા નથી.

જો કોઈ મુસાફર વગર ટિકિટે પકડાય તો ટીટીઈ પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે, જેમ કે તે મુસાફર પર નિયમ મુજબ દંડ (Fine) લગાવી શકે છે, રેલવે સુરક્ષા બળ એટલે કે આરપીએફની (RPF) મદદ લઈ શકે છે અથવા તો તેને કોઈ મોટા સ્ટેશન સુધી મુસાફરી ચાલુ રાખવાની મંજૂરી આપી શકે છે જ્યાં સુરક્ષા અને સુવિધાઓ વધુ સારી હોય.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાનું પાલન કરાવવાની સાથે કટોકટીના સમયે મહિલાઓની સુરક્ષા માટે સંવેદનશીલતા રાખવી પણ એટલી જ જરૂરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Indian Railways News

Post navigation

Previous: ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે 2024માં 3,924 લોકોના મોત, રોડ સેફ્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
Next: PM મોદીના 25 વર્ષના નિષ્કલંક શાસન અને ‘ડબલ એન્જિન’થી વૈશ્વિક હબ બનતું ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • PM મોદીના 25 વર્ષના નિષ્કલંક શાસન અને ‘ડબલ એન્જિન’થી વૈશ્વિક હબ બનતું ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલ
  • ટિકિટ ન હોય તો પણ TTE ટ્રેનમાંથી ક્યારેય ન ઉતારી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી શરૂ થઈ નવી ચર્ચા
  • ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે 2024માં 3,924 લોકોના મોત, રોડ સેફ્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
  • ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવા પછી શરદ પવાર એલર્ટ, સાંસદોની બેઠક બોલાવી
  • PAK થી દોસ્તી તુર્કીને પડી ભારે: ભારતના એક નિર્ણયથી કંપનીના 4,300 કરોડ રૂપિયા ડૂબી ગયા, CEO એ તોડ્યું મૌન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.