Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

વીડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી: કેસી વેણુગોપાલની બાદબાકી, હાઈકમાન્ડે લીધો આખરી નિર્ણય

Chief Editor May 14, 2026
VD Satheesan Kerala CM

VD Satheesan Kerala CM | કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ( kerala assembly election 2026 Results) જાહેર થયાના 10 દિવસ બાદ અંતે સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે વીડી સતીશન (VD Satheesan) ને કેરળના આગામી મુખ્યમંત્રી (Chief Minister) તરીકે જાહેર કર્યા છે.

સતીશન હાલમાં પારાવૂર બેઠક પરથી ધારાસભ્ય (MLA) છે. કોંગ્રેસ નેતા દીપા દાસમુનશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની વિસ્તૃત ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી પદની રેસમાં કેસી વેણુગોપાલ (KC Venugopal) અને રમેશ ચેન્નીથલાના નામ પણ મોખરે હતા. જોકે, પક્ષમાં આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ વેણુગોપાલને કેન્દ્રીય નેતૃત્વના નજીકના અને 75-80% ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરાયો હતો, તો બીજી તરફ સતીશનને નવી પેઢીના આક્રમક નેતા અને જનતાના પસંદગીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા.

વાયનાડ (Wayanad) માં વેણુગોપાલ વિરુદ્ધ અને સતીશનના સમર્થનમાં પોસ્ટરો પણ લાગ્યા હતા, જેમાં હાઈકમાન્ડને ગંભીર ચેતવણી અપાઈ હતી.

કેરળમાં UDF ગઠબંધને 140 માંથી 102 બેઠકો જીતીને શાનદાર વાપસી કરી છે, જેમાં કોંગ્રેસના ફાળે 63 બેઠકો આવી છે. ભલે ધારાસભ્યોના જૂથમાં વેણુગોપાલનું પલ્લું ભારે હતું, પરંતુ સહયોગી પક્ષો IUML અને કેરળ કોંગ્રેસ (જોસેફ) એ સતીશનના નામ પર મહોર મારી હતી.

સતીશને પોતાની નિમણૂકને ‘દૈવી કૃપા’ ગણાવી હતી અને તમામ વરિષ્ઠ નેતાઓને સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ અપાવ્યો હતો. વેણુગોપાલે પણ પક્ષના નિર્ણયને શિરોધાર્ય ગણાવતા કહ્યું હતું કે તેઓ એક સાચા કોંગ્રેસી તરીકે આ નિર્ણયને આવકારે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Kerala (કેરળ)

Post navigation

Previous: ગુજરાતમાં 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, જાણો લાયકાત અને વયમર્યાદાની વિગતો
Next: એસ્ટેટ મેનેજમેન્ટ યોજના: ગુજરાતમાં મિલકતની નોંધણી અને ભાડાની ચુકવણી હવે થશે ઓનલાઇન
Follow

Recent Posts

  • એસ્ટેટ મેનેજમેન્ટ યોજના: ગુજરાતમાં મિલકતની નોંધણી અને ભાડાની ચુકવણી હવે થશે ઓનલાઇન
  • વીડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી: કેસી વેણુગોપાલની બાદબાકી, હાઈકમાન્ડે લીધો આખરી નિર્ણય
  • ગુજરાતમાં 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, જાણો લાયકાત અને વયમર્યાદાની વિગતો
  • ગાંધીનગરમાં નબીરાઓ બેફામ કાર ચલાવતા પિલર સાથે અથડાઈ, એરબેગ્સના કારણે બે યુવકના જીવ બચ્યા
  • ચોટીલાના સાંગણી ગામ પાસે ડામરના ટેન્કર સાથે લક્ઝરી બસ અથડાતા 4 મુસાફરો જીવતા સળગ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.