Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

71માં રેલવે સપ્તાહ: અમદાવાદ મંડળે જીત્યા 7 કુશળતા શીલ્ડ

Chief Editor May 10, 2026
10ra11

 

પશ્ચિમ રેલવેની પ્રથમ જનસંપર્ક શીલ્ડ પણ અમદાવાદ મંડળના નામે

 

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન 8 મે, 2026ના રોજ મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું। આ પુરસ્કાર સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની કઠિન મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ કાર્યનિષ્પાદનને સન્માનિત કરવા માટે યોજવામાં આવે છે। પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેયએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રેલ સપ્તાહ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં મંડળો અને એકમોને કાર્યક્ષમતા શીલ્ડો એનાયત કરવામાં આવી, જેઓ વર્ષ 2025-26 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે પસંદ થયા હતા। પશ્ચિમ રેલવેએ ભારતીય રેલવેમાં ટ્રેનોની સમયપાલનક્ષમતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
71મા રેલવે સપ્તાહ પુરસ્કાર સમારંભમાં અમદાવાદ મંડળે પોતાની કાર્યકુશળતા અને પ્રતિબદ્ધતાનો પરિચય આપતાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે આ ગરિમાપૂર્ણ આયોજનમાં મંડળે વિવિધ શ્રેણીઓમાં કુલ 07 કુશળતા શીલ્ડ પોતાના નામે કરી, જે ફક્ત પરિયાલન કૌશલને જ દર્શાવતી નથી, પરંતુ પશ્ચિમ રેલવેની અંદર તેની શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિને પણ પ્રમાણિત કરે છે. આ સફળતાની સૌથી વિશેષ કડી પશ્ચિમ રેલવેની પ્રથમ ‘જનસંપર્ક શીલ્ડ’ રહી, જેને જીતીને અમદાવાદ મંડળે જન-સંવાદ અને સૂચના પ્રસારણના ક્ષેત્રમાં એક નવું પરિમાણ સ્થાપિત કર્યું છે.

મંડળની આ બહુરૂપી સફળતામાં ટેકનિકલ અને પરિચાલન ક્ષેત્રોનું પણ વિશેષ યોગદાન રહ્યું. વિશેષરૂપે કાંકરિયા ડેપોને ‘નમો ભારત’ જેવી આધુનિક ટ્રેનોની શ્રેષ્ઠ જાળવણી માટે ‘મિકેનિકલ બેસ્ટ મેન્ટેઈન્ડ (મેલ/એક્સપ્રેસ) ટ્રૉફી’ થી સન્માનિત કરવામાં આવ્યું. આ જ રીતે, પાલનપુર રનિંગ રૂમને તેના ઉચ્ચ સ્તરના સ્વચ્છતા પરિમાણો અને રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ શ્રેષ્ઠ સુવિધાઓ માટે ‘બેસ્ટ મેન્ટેઈન્ડ રનિંગ રૂમ શીલ્ડ’ આપવામાં આવી.
મંડળની સામૂહિક કાર્યક્ષમતાનું પ્રદર્શન એ પુરસ્કારોમાં પણ દેખાયું જે અન્ય મંડળો સાથે શેર કર્યા. સિવિલ એન્જિનિયરીંગ શીલ્ડને વડોદરા મંડળ સાથે, જ્યારે રોલિંગ સ્ટૉક શીલ્ડને મુંબઈ સેન્ટ્રલ મંડળ સાથે શેર કરવામાં આવ્યા. પરિચાલન અને માલ લોડિંગના ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત રાખતાં અમદાવાદ મંડળે ‘ઑપરેટિંગ શીલ્ડ’ અને ‘બેસ્ટ લોડિંગ એફર્ટ શીલ્ડ’ ને રતલામ મંડળ સાથે સંયુક્તરૂપે પ્રાપ્ત કર્યા. આ ઉપરાંત, મૂળભૂત માળખાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં ‘સર્વે અને કન્સ્ટ્રક્શન શીલ્ડ’ ને ઉપ મુખ્ય એન્જિનિયર-I (બાંધકામ), અમદાવાદ દ્વારા રતલામની સાથે શેરીંગ ધોરણે પ્રાપ્ત કર્યુ, જે મંડળના વિસ્તારવાદી દ્રષ્ટિકોણ અને ટીમ વર્કની ભાવનાને મજબૂત કરે છે.
આ ગૌરવશાળી અવસર પર મંડળ રેલવે મેનેજર અપર મંડળ રેલવે મેનેજર શ્રીમતી મંજૂ મીણા એ આ સફળતાનો શ્રેય સમગ્ર ટીમના સામૂહિક પ્રયત્નો અને સમર્પણને આપ્યો. તેમણે રેખાંકિત કર્યું કે અમદાવાદ મંડળનો પ્રાથમિક ધ્યેય હંમેશા યાત્રી સુરક્ષાને સર્વોપરિ રાખવાનો અને યાત્રા અનુભવને સુખદ બનાવવા માટે ઉચ્ચ સ્તરની સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે. તેમણે તમામ અધિકારીઓ ને કર્મચારીઓને આ સફળતા માટે અભિનંદન આપતાં ભવિષ્યમાં પણ કાર્ય અમલીકરણ માટે ઉચ્ચ પરિમાણોને જાળવી રાખવાનો આહ્વાન કર્યું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 11 મે 2026થી ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનની શરૂઆત
Next: ‘બેનસનવીલ’ ટાઉનમાં ‘મધર્સ ડે’ ની ઉજવણી
Follow

Recent Posts

  • ટ્રમ્પને મોટો ઝટકો: ભારતીય મૂળના જજે વોટર વેરિફિકેશન સિસ્ટમ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રાઈવસીની ચિંતા દર્શાવી
  • બિલ ગેટ્સની કબૂલાત: લગ્ન પછી રશિયન ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સહિત 3 મહિલાઓ સાથે હતા અફેર
  • એલોન મસ્કે આપી જેલ અને કેસની ધમકી, ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ વળતો પ્રહાર કરતા કહ્યું – ‘હું ડરવાનો નથી’
  • અમેરિકી પુસ્તકનો મોટો દાવો: જેડી વેન્સ ઈચ્છતા હતા કે ભારત રશિયા સામે લડવા સૈન્ય મોકલે, ટ્રમ્પે હસીને ના પાડી
  • Aadhaar ધારકો માટે મોટા સમાચાર, 1 જુલાઈથી આ સુવિધા મળશે તદ્દન મફત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.