અમેરિકામાં વૈષ્ણવ સંપ્રદાયના બાળકોને VYOEducation એ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ક્યાં અને કેવી રીતે થયું એની સમજ આપી શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી 19મી એપ્રિલના રોજ શ્રીનાથધામ હવેલી, કોપેલ ખાતે શ્રી મહાપ્રભુજી સ્વરૂપ પધરામણી અને પ્રાગટ્ય મહોત્સવ, શોભા યાત્રા અને સ્વરૂપ કેસર સ્નાન સાથે દિવ્ય, ભવ્ય, આનંદમય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી.

બાલકૃષ્ણ kids (૩-૫ વર્ષ) એ સુંદર “છોટી છોટી ગૈયા ગાન કર્યુ. VYOEducation ના બાળકો એ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ક્યાં અને કેવી રીતે થયું એની સમજ આપી. વધાઈ કીર્તન ગાન અને adult ના dance performance થી હવેલી માં અલગ જ ભક્તિમય વાતાવરણ બની ગયુ. શ્રી મહાપ્રભુજી ના નવા સ્વરૂપ ના દર્શન અને કેસર સ્નાન કરીને ભાવ વિભોર થયા હતા.

