Poshan Pakhwada Gujarat | કેન્દ્ર સરકારના ‘પોષણ અભિયાન’ (Poshan Abhiyaan) ને વેગ આપવા માટે ગુજરાત રાજ્ય ફરી એકવાર સજ્જ બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9 થી 23 એપ્રિલ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં 8માં ‘પોષણ પખવાડિયા’ (Poshan Pakhwada) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાનો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સમુદાયને જાગૃત કરવાનો છે.
આ વર્ષની થીમ: વર્ષ 2026 ના પોષણ પખવાડિયાની થીમ “જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો” (Maximizing brain development) નક્કી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક રીતે મગજનો 85% વિકાસ બાળકની 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. આથી, પ્રથમ 1000 દિવસ (1000 Days) બાળકની શારીરિક અને માનસિક સુખાકારી માટે સુવર્ણ તક સમાન છે. આ વખતે ‘સ્વાસ્થ્ય માટે પોષણ’ થી એક ડગલું આગળ વધીને ‘મગજના શ્રેષ્ઠ વિકાસ માટે પોષણ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અભિયાનના પાંચ મુખ્ય સ્તંભો: લોકભાગીદારી વધારવા માટે આ અભિયાનમાં પાંચ મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:
- માતા અને બાળકનું પોષણ (Nutrition).
- 3 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક ઉત્તેજન.
- 3 થી 6 વર્ષના બાળકો માટે રમત-આધારિત શિક્ષણ (Play-based learning).
- સ્વસ્થ જીવનશૈલી: બાળકોમાં વધતા મોબાઈલ-ટીવી ‘સ્ક્રીન ટાઈમ’ (Screen Time) ને ઘટાડવો.
- સક્ષમ આંગણવાડીઓ (Anganwadi) નું નિર્માણ.
આ પખવાડિયા દરમિયાન રાજ્યભરની આંગણવાડીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ક્વિઝ (Quiz), પોસ્ટર મેકિંગ અને પોષણ પંચાયતોનું આયોજન કરવામાં આવશે. સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી આ સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. ગુજરાતના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્ય માટે આ એક મક્કમ પગલું સાબિત થશે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
