Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે અકસ્માત; 8 વર્ષના બાળકનું મોત, 3 ઈજાગ્રસ્ત

Chief Editor March 25, 2026
eicher-bike-collision-child-death near Vakhatpar village sayla

Sayla Chotila Accident: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો છે. સાયલા નજીક વખતપર ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક (Eicher Truck) અને બાઈક (Bike) વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, બાઈક સવાર પરિવાર વખતપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઈશર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક મહિલા સહિત પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે સાયલા સરકારી હોસ્પિટલ (Hospital) ખસેડાયા હતા.

ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) રિફર કરવામાં આવ્યા છે. સાયલા પોલીસે (Police) ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકના મૃતદેહને પીએમ (Post Mortem) અર્થે ખસેડી વધુ તપાસ અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Road Accidents (માર્ગ અકસ્માત) Sayla (સાયલા) Surendranagar (સુરેન્દ્રનગર)

Post navigation

Previous: નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
Next: ટ્રમ્પનો મોટો ધડાકો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત
Follow

Recent Posts

  • ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો પાયમાલ, 6 રૂપિયા કિલો વેચવા જબૂર
  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનનો 80મી વખત મિસાઈલ હુમલો, ટ્રમ્પનો દાવો – સાઉદી પણ મેદાને
  • ટ્રમ્પનો મોટો ધડાકો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત
  • સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે અકસ્માત; 8 વર્ષના બાળકનું મોત, 3 ઈજાગ્રસ્ત
  • નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.