Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

US Iran Deal: અમારી શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! ઈરાનને અમેરિકાની ધમકી

Chief Editor February 27, 2026
US-Iran talks conclude with claims of progress but few details

US-Iran talks conclude with claims of progress but few details

US Iran Deal | ફેબ્રુઆરી 2026 માં અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. હાલની પરિસ્થિતિને જોતા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. આ તણાવ વચ્ચે ગુરુવારે પરમાણુ વાટાઘાટો (Nuclear Talks) માટે બેઠક થઈ હતી. તેહરાન પર કરાર કરવા પર સહમત થવા અથવા અમેરિકન લશ્કરી હુમલાનો સામનો કરવા માટે દબાણ છે.

જિનીવામાં અમેરિકાની 5 મોટી શરતો

ઓમાન (Oman) ની મધ્યસ્થી હેઠળ જિનીવામાં બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (President Trump) ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે. અમેરિકાએ ઈરાન સામે નીચેની 5 શરતો મૂકી છે:

પરમાણુ પ્લાન્ટ નષ્ટ કરવા: ઈરાને પોતાના ત્રણેય મુખ્ય પરમાણુ કેન્દ્રો – ફોર્ડો (Fordow), નાતાન્ઝ (Natanz) અને ઇસ્ફહાન (Isfahan) ને સંપૂર્ણપણે નષ્ટ કરવા પડશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

યુરેનિયમ સોંપવું: ઈરાને અત્યાર સુધી તૈયાર કરેલું તમામ સંવર્ધિત યુરેનિયમ (Enriched Uranium) અમેરિકાને સોંપવું પડશે.

યુરેનિયમ સંવર્ધન શૂન્ય: યુરેનિયમ સંવર્ધન શૂન્ય અથવા ખૂબ જ નીચા સ્તર સુધી મર્યાદિત રાખવું પડશે, જોકે તેહરાન રિસર્ચ રિએક્ટર રાખી શકાય છે.

પ્રતિબંધોમાં ઢીલ: જો ઈરાન શરતો સ્વીકારે તો શરૂઆતમાં ખૂબ જ ઓછી છૂટછાટ આપવામાં આવશે. ડીલ ફાઈનલ થયા પછી જ વધુ ઢીલ મળશે.

સનસેટ ક્લોઝનો ઇનકાર: અમેરિકા કોઈપણ કરારની અવધિ પર કોઈ મર્યાદા (Sunset Clause) ઈચ્છતું નથી.

ઈરાનનો ઈનકાર અને યુદ્ધની ભીતિ

ઈરાન અમેરિકાની ઘણી શરતો સ્વીકારવા રાજી નથી. 8 ફેબ્રુઆરીના રોજ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ યુરેનિયમ સંવર્ધન છોડવાની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું કે, “અમે અમેરિકાના યુદ્ધની ધમકીઓથી ડરતા નથી.”

જો આ વાતચીત નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાન પર વધુ કડક પ્રતિબંધો લાદશે અથવા લશ્કરી કાર્યવાહી (Military Action) કરી શકે છે, જે સમગ્ર મધ્ય પૂર્વ (Middle East) માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Iran (ઈરાન) USA (અમેરિકા) War (યુદ્ધ)

Post navigation

Previous: Israelમાં પણ Royal Enfieldનો દબદબો, PM નેતન્યાહૂને જોતા જ ગમી ગઈ બાઇક!
Next: અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.