Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, પાયલોટ સહિત તમામ 7 મુસાફરનાં મોત

Chief Editor February 24, 2026
Jharkhand Air Ambulance Crash

Jharkhand Air Ambulance Crash |  ઝારખંડમાં એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) સર્જાઈ છે. રાંચી (Ranchi) થી દિલ્હી (Delhi) જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સ ચતરા (Chatra) જિલ્લામાં ક્રેશ થઈ છે. આ કરૂણ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડ (Redbird Airways Pvt Ltd) ના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડા જ સમયમાં વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને તે સિમરિયા (Simaria) વિસ્તારના બરિયાતુમાં તૂટી પડ્યું હતું. ચતરાના ડેપ્યુટી કમિશનરે (Deputy Commissioner) પુષ્ટિ કરી છે કે સાંજે 7.30 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

દર્દીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ વિમાનમાં સંજય કુમાર નામના એક દર્દીને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા. આ દર્દી 65% જેટલા દાઝી ગયા હોવાથી રાંચીની દેવકમલ હોસ્પિટલ (Devkamal Hospital) માંથી તેમને એર લિફ્ટ (Air Lift) કરવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.

ખરાબ વાતાવરણ અને રૂટ બદલવાની વિનંતી

રાંચી એરપોર્ટના ડાયરેક્ટર (Airport Director) વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ ખરાબ વાતાવરણ (Bad Weather) આ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. દુર્ઘટના પહેલા પાયલોટે (Pilot) ખરાબ હવામાનને કારણે રૂટ (Route) બદલવાની પરવાનગી માંગી હતી. પાયલોટે આ અંગે કોલકાતા (Kolkata) ATC ને વિનંતી કરી હતી. પરંતુ સાંજે 7.34 વાગ્યે સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો અને વિમાન ક્રેશ થઈ ગયું.

એવિએશન સુરક્ષા પર સવાલો :
તાજેતરમાં જ મહારાષ્ટ્રના બારામતી (Baramati) માં પણ વિમાન દુર્ઘટના બની હતી. સતત બની રહેલી આવી ઘટનાઓથી ભારતની એવિએશન સુરક્ષા (Aviation Safety) સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં તમામ 7 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Jharkhand (ઝારખંડ) Plane Crash (પ્લેન ક્રેશ)

Post navigation

Previous: PM મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં
Next: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં યલો ઍલર્ટ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.