
મોટી સંખ્યામાં (350થી વધુ) માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય ‘અખિલ ભારતીય બેઠક’નો આજરોજ કર્ણાવતીના દસ્કોઈ સ્થિત શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને ભવ્ય વાતાવરણમાં પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન સત્રમાં દેશભરના વિવિધ વિસ્તારોમાંથી સંગઠનના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મા દુર્ગાની સ્તુતિ સાથે કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંત ગણ સ્વામી પરપ્રજ્ઞાનંદા સરસ્વતીજી (કર્ણાવતી), વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મા.શ્રી આલોક કુમારજી (દિલ્હી), કેન્દ્રીય સંગઠન સહમંત્રી મા.શ્રી વિનાયક રાવજી દેશપાંડે (દિલ્હી), કેન્દ્રીય સહમંત્રી તથા નૈતિક શિક્ષા પ્રમુખ મા.શ્રી ગોવિંદજી શિંદે, માતૃશક્તિ કેન્દ્રીય સંયોજિકા મા.શ્રી મીનાક્ષી તાઈજી પિશ્વે, કેન્દ્રીય પ્રબંધ સમિતિ સદસ્ય (વર્ગપાલક) મા.શ્રી મીનાબેન ભટ્ટ, કેન્દ્રીય દુર્ગાવાહિની સંયોજિકા મા.શ્રી પ્રજ્ઞાજી મહાલા, ક્ષેત્રીય સંગઠન મંત્રી અશ્વિનભાઈ પટેલ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ મા.શ્રી હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વ્યવસ્થા પ્રમુખ તથા કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા મા.શ્રી સરોજજી સોનીએ કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સૌપ્રથમ મંત્રોચ્ચાર સાથે સંબોધન કરતા સાધ્વીજીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે શક્તિથી જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે. શક્તિ વિના જગતની કલ્પના શક્ય નથી. આવી વિશાળ સંખ્યામાં જાગૃત સ્ત્રીશક્તિ ઉપસ્થિત છે તે જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને દરેક બહેન આવી જ રીતે આગળ વધીને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.
મુખ્ય વક્તા મા.શ્રી આલોકજી એ ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ સક્રિય યોગદાન આપવું જોઈએ. વર્તમાન સમયમાં મહિલાઓનું સશક્તિકરણ અને આધ્યાત્મિક જાગૃતિ અત્યંત આવશ્યક છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સાબિત થશે.


આ બેઠકમાં સમગ્ર ભારતભરમાંથી દુર્ગાવાહિની, માતૃશક્તિ, ક્ષેત્રીય સંયોજિકા, પ્રાંત સંયોજિકા, સહ સંયોજિકા, પ્રાંત ટોળી સદસ્યો તેમજ માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના પાલક અધિકારીઓ મળી કુલ ૩૫૦થી વધુની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય દુર્ગાવાહિની સહ સંયોજિકા મા.શ્રી પિંકીજી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા માટે સ્થાનિક સમિતિ, ક્ષેત્રીય માતૃશક્તિ સંયોજિકા મા.શ્રી કલ્પનાબેન વ્યાસ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત માતૃશક્તિ સંયોજિકા જવાનિકા બહેન ભટ્ટ (વ્યવસ્થા સહ પ્રમુખ), ઉત્તર ગુજરાત દુર્ગાવાહિની સંયોજિકા શ્રી નુપુરબેન પટેલ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી હિતેશભાઈ ઠક્કર સહિતના અધિકારીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

જિમિત શાહ
સહ પ્રચાર પ્રસાર પ્રમુખ, ઉત્તર ગુજરાત પ્રાંત
વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાત
