NCP Merger Sharad Pawar | મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી અટકળો વચ્ચે શરદ પવારે (Sharad Pawar) એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. શનિવારે બારામતીમાં (Baramati) પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથોનું વિલય (Merger) એ અજિત પવારની (Ajit Pawar) પણ ઈચ્છા હતી.
બધું જ નક્કી હતું, પણ કાળ આંબી ગયો
શરદ પવારના જણાવ્યા અનુસાર, અજિત પવાર, શશિકાંત શિંદે અને જયંત પાટીલ વચ્ચે વિલય અંગેની વાતચીત અંતિમ તબક્કામાં હતી. આ ઐતિહાસિક વિલયની સત્તાવાર જાહેરાત 12 ફેબ્રુઆરી ના રોજ થવાની હતી. પરંતુ કમનસીબે, તાજેતરમાં પ્લેન ક્રેશમાં (Plane Crash) અજિત પવારનું નિધન થતા આ યોજના અધૂરી રહી ગઈ છે. 17 જાન્યુઆરીના રોજ અજિત પવારે શરદ પવાર સાથે મુલાકાત પણ કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.
બારામતીમાં પવાર પરિવારની બેઠક (Family Meeting)
અજિત પવારના અવસાન બાદ હવે પક્ષ અને પરિવારની જવાબદારીઓ અંગે ચર્ચા કરવા માટે બારામતીમાં શરદ પવારના નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં સુપ્રિયા સુલે (Supriya Sule), રોહિત પવાર અને યુગેન્દ્ર પવાર સહિતના પરિવારના સભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શરદ પવારે સ્પષ્ટ કર્યું કે, “પરિવારમાં કોઈ સમસ્યા નથી અને અમે સૌ એકજૂથ છીએ.”
જો વિલય થયો હોત તો શું બદલાયું હોત? (Impact of Merger)
જો આ મર્જર (Merger) સફળ રહ્યું હોત, તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું હોત:
સીટોનું ગણિત: સંયુક્ત NCP પાસે 9 લોકસભા સાંસદ અને 51 ધારાસભ્યોનું સંખ્યાબળ હોત.
વર્ચસ્વ: પશ્ચિમ મહારાષ્ટ્રના ‘સુગર બેલ્ટ’ પર ફરીથી પવાર પરિવારનું મજબૂત વર્ચસ્વ સ્થાપિત થયું હોત.
સત્તાનું સંતુલન: આ વિલયથી સત્તાધારી મહાયુતિ (Mahayuti) ગઠબંધન અને વિપક્ષી મહાવિકાસ આઘાડી (MVA) બંનેના સમીકરણો બદલાઈ ગયા હોત.
બજેટ કોણ રજૂ કરશે? (Maharashtra Budget)
અજિત પવારના નિધન બાદ હવે મહારાષ્ટ્રનો નાણા વિભાગ (Finance Department) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સંભાળશે તે લગભગ નક્કી છે. આગામી માર્ચ મહિનામાં રાજ્યનું બજેટ (State Budget) પણ મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા જ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
