Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભાજપમાં કમુરતા ઉતરતા જ મોટા ફેરફાર: જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર, જાણો કોને મળ્યું સ્થાન અને કોણ આઉટ?

Chief Editor January 20, 2026
gujarat-bjp-new-executive-committee-jagdish-vishwakarma-list

ગાંધીનગર (Gandhinagar): ગુજરાત ભાજપમાં (Gujarat BJP) સંગઠનાત્મક ફેરફારોનો દોર શરૂ થઈ ગયો છે. કમુરતા ઉતરતાની સાથે જ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ (Jagdish Vishwakarma) નવી પ્રદેશ કારોબારી (Pradesh Executive) ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં જૂના જોગીઓ અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક દિગ્ગજોની વાપસી થઈ છે તો 39 જેટલા નેતાઓના પત્તા કપાયા છે.

દિગ્ગજોની વાપસી: વજુભાઈ વાળા અને નીતિન પટેલને મળ્યું સ્થાન

નવી કારોબારીમાં સૌથી ચોંકાવનારું નામ પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા (Vajubhai Vala) નું છે, જેઓ એક દાયકા બાદ ફરી સક્રિય રાજકારણમાં દેખાશે. આ ઉપરાંત ટીમમાં નીચે મુજબના દિગ્ગજોનો સમાવેશ કરાયો છે:

Join Our WhatsApp Group
  • પૂર્વ મંત્રીઓ: (Nitin Patel) નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ અને પ્રદીપસિંહ જાડેજા.

  • સાંસદો: પરસોત્તમ રૂપાલા અને નરહરી અમિન.

  • મહિલા નેતૃત્વ: દર્શનાબેન જરદોશ, ભાનુબેન બાબરીયા અને બિજલબેન પટેલ સહિત 19 મહિલાઓને સ્થાન મળ્યું છે.

  • યુવા ચહેરા: અમદાવાદથી ડૉ. ઋત્વિજ પટેલ અને ગૌતમ શાહની એન્ટ્રી થઈ છે.

જગદીશ વિશ્વકર્મા માટે ‘લિટમસ ટેસ્ટ’ (Litmus Test)

નવી ટીમની જાહેરાત સાથે જ જગદીશ વિશ્વકર્મા માટે પડકારો શરૂ થઈ ગયા છે. વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણી (Assembly Election) અને તે પહેલા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ ટીમ માટે ખરો કસોટીનો સમય છે.

  • નવા પડકારો: જૂના નેતાઓની બાદબાકી બાદ ઉભા થતા અસંતોષને ખાળવો અને સંગઠનને (Organization) મજબૂત બનાવવું.

  • રણનીતિ: નવી ટીમ દ્વારા સંગઠનને ચુસ્ત બનાવી આગામી ચૂંટણીઓમાં વિજય મેળવવાની રણનીતિ પર ફોકસ કરવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: (Jagdish Vishwakarma) જગદીશ વિશ્વકર્મા Bhupendrasinh Chudasama (ભૂપેન્દ્રસિંહ ચુડાસમા) BJP (બીજેપી) Gujarat (ગુજરાત) Nitin Patel (નીતિન પટેલ) Vajubhai Vala (વજુભાઈ વાળા)

Post navigation

Previous: જ્યારે ધંધૂકાના લોકોએ PM મોદીને રાત રોકાવાની ના પાડી! જાણો રોમાંચક કિસ્સો
Next: સાવધાન! જો ટોલ ટેક્સ બાકી હશે તો વાહન વેચી નહીં શકાય: ફિટનેસ સર્ટિફિકેટ અને NOC પર લાગશે રોક
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.