US Green Card | અમેરિકાએ ભારતીય દિગ્ગજ IT કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ (HCL) સહિત કુલ 8 મોટી IT કંપનીઓ પર પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામ હેઠળ ગ્રીન કાર્ડ (Green Card) ફાઇલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સૂચિમાં માઈક્રોસોફ્ટ(Microsoft), એડોબી (Adobe), કેપજેમિની (Capgemini) અને કોગ્નિઝન્ટ (Cognizant) જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી અમેરિકામાં નોકરી કરતા હજારો ભારતીય ટેકનોલોજી વ્યાવસાયિકોની ચિંતા વધી ગઈ છે.
અમેરિકી સરકારના આ પગલા પાછળનો મુખ્ય હેતુ સ્થાનિક અમેરિકન નાગરિકો માટે નોકરીની તકો વધારવાનો અને વિદેશી કામદારો પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
પીએમ (PERM) એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ માટેનો પાયો ગણાય છે, જેના દ્વારા વિદેશી કર્મચારીઓ અમેરિકામાં કાયમી નિવાસ માટે અરજી કરે છે.
જો કે, ભારતીય આઈટી કંપનીઓ દ્વારા તાજેતરના વર્ષોમાં પીએમ (PERM) અરજીઓમાં પહેલેથી જ ઘટાડો જોવા મળ્યો હતો. ઉદાહરણ તરીકે, ટીસીએસ (TCS) દ્વારા વર્ષ 2026માં માત્ર બે જ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે અગાઉના વર્ષોની સરખામણીએ ઘણી ઓછી છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સસ્પેન્શન માત્ર ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ અને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ સંબંધિત છે અને તે એચ-૧બી (H-1B) વિઝા ધારકોના વર્તમાન વિઝાની માન્યતા કે તેમની સ્થિતિને સીધી અસર કરતું નથી.
ભારતીય વિદેશ મંત્રાલય અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના મતે આ નિર્ણયથી ભારતીય IT સેક્ટરના બિઝનેસ મોડેલ પર લાંબા ગાળે અસર પડી શકે છે અને કંપનીઓ પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર બની શકે છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
