ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્દિનાત્મક ભવ્ય ઉજવણી
ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેભાદરવા સુદ ચતુર્થીના પાવન દિને બુદ્ધિ અને સિદ્ધિના દાતા, વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું પ્રાગટ્ય થયું હોવાની માન્યતા સાથે હિન્દુ સંસ્કૃતિમાં આ પર્વ અનેરા ઉલ્લાસથી ઉજવાય છે. હિન્દુ ધર્મમાં પ્રત્યેક શુભકાર્યના આરંભે પ્રથમ પૂજનીય ગણાતા શ્રી ગણેશજીના આગમનથી ઘર-ઘર અને મંદિર-મંદિરમાં શુભ અને લાભના દ્વાર ઉઘડે છે, તેવી શ્રદ્ધા સાથે હરિભક્તો ભાવભેર આ ઉત્સવની રાહ જુએ છે. આ પાવન પરંપરાને અનુસરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, ડલાસ ખાતે તારીખ ૧૪ થી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગણેશ ચતુર્થી મહોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવણી રાખેલ છે. સોમવાર, તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૩૦ કલાકે શ્રી ગણેશજીના શુભાગમન સાથે સ્થાપનાવિધિ સંપન્ન થઈ, ત્યારબાદ ૭:૦૦ કલાકે આરતી-સ્તુતિ કરવામાં આવી. ગુરુકુલના સંતોના સાનિધ્યમાં સંપન્ન થયેલ આ મંગલ પ્રસંગે ૧૦૦થી વધુ હરિભક્તોએ ઉપસ્થિત રહી અહોભાવપૂર્વક દર્શનનો લાભ લીધો, અને સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું. આ ઉત્સવ દરમિયાન બાલ સંસ્કાર વર્ગના બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને ભક્તિભાવથી માટી, લેગો તથા અન્ય સાધનસામગ્રીનો ઉપયોગ કરી ૩૦થી વધુ નાનકડી સર્જનાત્મક ગણેશ મૂર્તિઓનું નિર્માણ કર્યું, જે નિહાળી ઉપસ્થિત સૌ હરિભક્તોએ બાળકોની ભક્તિ અને સર્જનાત્મકતાની ભારે પ્રશંસા કરી. સમગ્ર સપ્તાહ દરમિયાન સાંજે ૬:૩૦ કલાકે પૂજનવિધિ અને ૭:૦૦ કલાકે આરતી-સ્તુતિનો નિત્યક્રમ રાખેલ છે, જેમાં હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવ્ય લાભ લે છે. શનિવાર, તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાકે સત્સંગ સભા દરમિયાન ભાવભીની વિદાય સાથે શ્રી ગણેશજીના વિસર્જનવિધિનું આયોજન રાખવામાં આવેલ છે તો સહુ ભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા જરૂર પધારશો.
શ્રીમય કૃષ્ણધામમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ચોપડા પૂજન તથા સરસ્વતી પૂજનની ભવ્ય ઉજવણી સિલિકોન વેલી,…
ડલાસના રાધા કૃષ્ણ મંદિરમાં ભવ્ય દિવાળી મહોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા **એલન શહેરના મેયરે 5…
પ્રગટ ગુરુહરિ સાહેબદાદાની આજ્ઞાથી ફ્રિમોન્ટ મંડળમાં અન્નકૂટ મહોત્સવની ખુબજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પૂ. ભાવેશભાઈ,…
दुबई में सड़क हादसे की एक दर्दनाक घटना में 21 वर्षीय भारतीय छात्रा की मौत…
દુબઈમાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટનામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. કોલેજ જતી…
પ્યાર હુઆ, ઇકરાર હુઆ હે…. Nvidia Corp. ના CEO જેન્સન હુઆંગ પ્રેમમાં પડ્યા ....એકરાર પણ…