Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘વારાણસીથી વડનગર સેવા યાત્રા સંપન્ન

Chief Editor October 7, 2026
8-10 va2

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ

 


————–
જન સેવા અને રાષ્ટ્ર નિર્માણના ૨૫ વર્ષના સેવાદાયિત્વને બિરદાવતા દેશભરના નેતાઓ અને યુવાનો
————–
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતની યુવા શક્તિ ‘We Will Do It’ના બુલંદ સંકલ્પ સાથે અગ્રેસર રહેશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
————–
સ્વામી વિવેકાનંદની ભવિષ્યવાણીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતને ‘વિશ્વગુરુ’ બનાવીને સાકાર કરી રહ્યા છે: કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ
————–
‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી
————–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા.

અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ના સમાપન પ્રસંગે જણાવ્યું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. આજે વડાપ્રધાનશ્રીએ સતત ૨૫ વર્ષ સુધી જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવાદાયિત્વ આપનાર જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે સત્તાને પદ નહિં પરંતુ સેવાનું સાધન માન્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, નારી શક્તિ અને યુવાનોના કલ્યાણ સાથે દરેક નાગરિકમાં દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો વિશ્વાસ જગાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ભૂકંપ અને અન્ય પડકારોને તકમાં પલટાવીને વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યને ‘ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર’ બનાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર હબ જેવા પ્રકલ્પો તેમના દ્રષ્ટિવંત વિઝનનું જ પરિણામ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના અભિગમથી દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. એટલું જ નહિ, ભારત વિશ્વની ટોપ-૫ ઇકોનોમીમાં સ્થાન પામ્યું છે. તેમના નેતૃત્વમાં કોરોના કાળમાં વેક્સિન સહાય, COP-21 ગ્રીન એનર્જી લક્ષ્યાંકો પૂર્ણ કરવા, કલમ ૩૭૦ નાબૂદી, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ તેમજ સ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરત થી ભારતે વૈશ્વિક ક્ષમતા સાબિત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને ૨૫ વર્ષના સફળ સેવાદાયિત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનશ્રીએ આપેલા સંકલ્પને સાકાર કરવા માટે તેમણે ‘We Will Do It’નું જે આહવાન કર્યું છે તે ઝીલી લઈને ગુજરાતની યુવા શક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

આ પ્રસંગે શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૭મી ઓક્ટોબરનો આ દિવસ ઐતિહાસિક છે. વડનગરની આ પવિત્ર ભૂમિએ દેશને એક એવો વિરલ લાલ આપ્યો છે, જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ મુખ્યમંત્રી તરીકે સેવા કાર્યોની જે યાત્રા શરૂ થઈ હતી, તે માત્ર શાસન નહોતું, પરંતુ રાષ્ટ્રના પુનઃનિર્માણનો મહાયજ્ઞ હતો.

સતત ૨૫ વર્ષ સુધી એક પણ દિવસનો આરામ લીધા વગર, અટક્યા વગર અને ઝૂક્યા વગર દેશના વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે કાર્ય કરવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે તેમ તેમણે વડાપ્રધાનશ્રીના સેવા દાયિત્વની સરાહના કરતા જણાવ્યું હતું.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને ટાંકીને કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વ્યક્તિત્વને બિરદાવતા કહ્યું કે, ગીતામાં દર્શાવેલા ‘સાત્વિક કર્તા’ના તમામ ગુણો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં જોવા મળે છે. તેઓ રાગ-દ્વેષ અને અહંકારથી પર રહીને ધૈર્યના પ્રતિક બન્યા છે. કોરોના મહામારીનું ઘોર સંકટ હોય કે આતંકવાદ સામેનો આકરો પ્રહાર, તેમણે હંમેશા દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. ઓપરેશન સિંદૂર જેવા પગલાંઓ થકી આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ૧૦૦ વર્ષ પહેલાં એક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજીએ ભવિષ્યવાણી કરી હતી કે, ભારતમાતા ફરી એકવાર જાગૃત થઈને વિશ્વગુરુના પદ પર બિરાજમાન થશે. આજે બીજા નરેન્દ્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને સંકલ્પબદ્ધ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

બાઈક રેલી થકી વારાણસીથી વડનગર સુધી સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરતા આવેલા યુવાનોને બિરદાવતા તેમણે જણાવ્યું કે, દેશનો સાચો યુવા એ છે જેના હૃદયમાં દેશદાઝ હોય અને જેના પગમાં ગતિ હોય. રાજકીય અરાજકતા ફેલાવનારા તત્વો સામે દેશનો યુવા વર્ગ વિકાસ અને રાષ્ટ્ર સેવાના માર્ગે અગ્રેસર છે.

શ્રી સુવેન્દુ અધિકારી, મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી સુવેન્દુ અધિકારીએ ઉપસ્થિત સૌ નાગરિકોને પશ્ચિમ બંગાળની જનતા વતી કોટિ-કોટિ વંદન કરીને વડનગરની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર પધારીને ગૌરવની અનંત અનુભૂતિ વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત અને સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના કુશળ માર્ગદર્શન હેઠળ દેશના ખૂણે-ખૂણે ખેડૂતોનું કલ્યાણ, ગ્રામીણ વિકાસ, રોડ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ તથા એવિએશન ક્ષેત્રે ઉડાન યોજના જેવા અનેકવિધ જનકલ્યાણકારી પ્રકલ્પો થકી છેવાડાના સામાન્ય માનવી સુધી સરકારી યોજનાઓના લાભો સીધા અને પારદર્શી રીતે પહોંચી રહ્યા છે.

આઝાદીના અમૃત કાળમાં ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજે સમગ્ર દેશના નાગરિકો એકજૂથ થઈને ‘વી વિલ ડૂ ઈટ’ (We Will Do It) ના બુલંદ નારા સાથે એકતા અને ઉત્સાહપૂર્વક જોડાયા છે. શ્રી અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને સાંકળતી આ વારાણસીથી વડનગર ‘સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી છે.

શ્રી જગદીશ વિશ્વકર્મા

સેવા યાત્રાના સમાપન સમારોહમાં નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચન કરતા કાશીની પવિત્ર ધરા તથા દેશના વિવિધ પ્રદેશોમાંથી પધારેલા બાઇકર્સ અને યુવાનોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ અત્યંત ઐતિહાસિક અને સુવર્ણ અવસર સમાન છે. ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળી હતી અને આજે તેમના જનસેવા તથા સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત યુવાનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાનો પ્રેરક અવસર પ્રાપ્ત થયો છે.

શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની આ યાત્રા ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ અને ‘સંકલ્પથી સિદ્ધિ’ સુધીની સમર્પિત યાત્રા છે. ૨૦૦૧માં રાજ્યના મુખ્યમંત્રી પદથી લઈને દેશના પ્રધાન સેવક તરીકે તેમણે પ્રત્યેક ક્ષણ દેશવાસીઓની સેવામાં સમર્પિત કરી છે. દેશના આર્થિક માળખાને સુદ્રઢ કરવાથી લઈને સુશાસન અને રાષ્ટ્રનિર્માણના મંત્ર સાથે તેમણે ભારતને વિશ્વપટલ પર ગૌરવ અપાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવાના સંકલ્પ અને પ્રેરણાને જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે યોજાયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન અનેક યુવા સેવા યાત્રીઓ સહિત ૫૦૦ બાઇકર્સે ૧૦ રાજ્યોના સેંકડો ગામો અને શહેરોમાં ભ્રમણ કરીને સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, નશા મુક્તિ અને જનસંવાદ જેવા અનેક સામાજિક કાર્યો હાથ ધર્યા હતા. આ અભિયાનમાં લાખો નાગરિકો સહભાગી બન્યા હતા અને સ્વયં વડાપ્રધાનશ્રીએ ઓનલાઈન જોડાઈને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રામાં વડનગરના શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ કાશી વિશ્વનાથ પહોંચાડાયું હતું અને વારાણસીથી લવાયેલા પવિત્ર જળ વડે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરી બે આધ્યાત્મિક નગરીઓના અતૂટ સંબંધને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો.

સેવા યાત્રાના સમાપન સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી સર્વે શ્રી ઋષિકેશભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરિયા, પ્રવીણભાઈ માળી, કમલેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી તરુણ ચુગ, સાંસદ સર્વે શ્રી હરિભાઈ પટેલ શ્રી મયંક નાયક, શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ, મધ્ય પ્રદેશના સાંસદ શ્રી વી. ડી. શર્મા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિતિનભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટભાઈ પટેલ શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સરદારભાઈ ચૌધરી શ્રી સુખાજી ઠાકોર, રાજેશ ચાવડા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ, સેવા સંકલ્પ અભિયાન ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શ્રી બ્રિજશ મેરજા, ભાજપ પ્રદેશના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ઉપપ્રમુખ શ્રી નટુજી ઠાકોર, અગ્રણી શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી સીતાબેન પટેલ, ગિરીશભાઈ રાજગોર, મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર સહિત બાઇક ચાલકો, પ્રબુદ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
Next: ‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ – સેવા જ્યોતિ યાત્રા’
  • ‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓ
  • ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા સંપન્ન
  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.