Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪માં ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦ ખેલાડીઓનું મનોબળ વધારતા રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

Chief Editor June 11, 2024
11 che5

ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આયોજિત

ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪ ટુર્નામેન્ટની આજે મુલાકાત લઈને ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦ ખેલાડીઓનું જુસ્સો –મનોબળ વધાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું સ્વાગત કરી ઉત્સાહ વધારતા શ્રી સંઘવીએ જણાવ્યું હતુ કે, દુનિયાભરમાંથી આવેલા જુનિયર ચેસ પ્લેયરને મળવાનો અવસર ચેસ ચેમ્પીયનશિપ થકી પ્રાપ્ત થયો છે. ગુજરાતની ધરતી દેશ-દુનિયામાં રમાતી રમતોનું આયોજન કરવામાં અગ્રેસર રહી છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન GSCA સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વની ગણાતી ટુર્નામેન્ટ કે, જેમાં દુનિયાભરમાંથી ખેલાડીઓ સહભાગી થયા છે. ભારતના મહેમાન બનેલા આ ખેલાડીઓએ ચેસમાં વિશ્વભરમાંથી અનેક મેડલો જીત્યા છે. જે આવનારા સમયમાં સીનીયર લેવલે રમવાના છે એવા જુનિયર ચેસ ખેલાડીઓની આજે ઉત્સાહ વધારવાની મને તક મળી છે. આ ઇવેન્ટ ચેસની દુનિયામાં વધતી પ્રતિભા અને આ બૌદ્ધિક રમતને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.તેમ તેમણે ઉમેર્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


મંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ગુજરાત સફળતાપૂર્વક આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે, ત્યારે ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦ કુશળ ખેલાડીઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે ખેલાડીઓને ગુજરાતી આતિથ્ય, ગુજરાતી ભોજન, ગુજરાતની સંસ્કૃતિ, જોવાનો અવસર મળ્યો છે. ગુજરાતના વિચારો-સંસ્કૃતિ દેશ દુનિયા સુધી પહોચાડવાનું આ ઉતમ પ્લેટફોર્મ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે ૯માં ચરણમાં પ્રતિયોગિતામાં વિજેતા તરફ આગળ ચાલતી ભારતીય ખેલાડી સુશ્રી દિવ્યાને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં આ ખેલાડી ભારત માટે અનેક મેડલો જીતશે તેવી આશા પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.


વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આગામી વર્ષોમાં પણ રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવા માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાત સરકાર અને એસોસીએશનના સહકાર દ્વારા અનેક રમતોનું ગુજરાતમાં સફળ આયોજન થઇ રહ્યું છે. આવા આયોજનો થકી ગુજરાતના યુવાનોને રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ જોડવાનો આ ભગીરથ પ્રયાસ છે.
ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪ યોજાઈ રહી છે.


આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી શ્રી દેવ પટેલ અને ઓર્ગનાઈજિંગ સેક્રેટરી શ્રી ભાવેશ પટેલ સહીત વિવિધ દેશોના ખેલાડીઓ તેમજ કોચ હાજર રહ્યા હતા.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: વડનગર, કચ્છનું હોડકો તથા સાબરમતી રિવરફ્રન્ટને પણ મળ્યા જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ
Next: શિકાગોના રાજ ગાંધીએ વર્ષ 2024નો ઉત્કૃષ્ટ યુવા પુરસ્કાર જીત્યો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.