Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત મેડિકલ એકસેલન્સ એવોર્ડ એનાયત

Chief Editor January 3, 2025
3 dr11


આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
**
DNS ટોક્સ દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા અને વિશેષ કામગીરી કરનારા ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું
**
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે રાજ્યમાં તબીબી સુવિધાઓ અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકાસ પામી રહ્યું છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ભારત મેડિકલ એકસેલન્સ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા અને વિશેષ કામગીરી કરનારા ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

3-1

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ એવોર્ડ વિજેતા ડોક્ટર્સને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે યોગથી આયુષ્યમાન સુધીના પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.


વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે વૈશ્વિક સ્તરે આપણી નોંધ લેવાઈ રહી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિનું સંવર્ધન થઈ રહ્યું છે. આજે સરકારી હોસ્પિટલોમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર થકી વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાનશ્રીનો લક્ષ્યાંક છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે પણ સમાજમાં ઘણા તબીબો નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. સાથે જ, તેમણે જરૂરતમંદ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ અપનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મહામારીના કપરાં સમયમાં ઘણાં તબીબોએ રાત દિવસ જોયા વિના નિ:સ્વાર્થ ભાવે લોકોની સેવા કરી હતી. કોવિડ મહામારી દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજમાં જાગૃતતા ફેલાવવાનું કાર્ય DNS ટોક્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે રાજ્યમાં તબીબી સુવિધાઓ અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકાસ પામી રહ્યું છે. PMJAY યોજનામાં રાજ્યમાં 5 લાખની સહાય વધારીને 10 લાખ કરવામાં આવી છે. આ યોજનામાં 2500થી વધુ એમ્પેનલ્ડ હોસ્પિટલ છે, જેના લીધે ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં પણ લોકોને ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહે છે.


સાથે જ, તેમણે ડાયાલિસિસ સેન્ટર, કોકલિયર ઇમ્પ્લાન્ટ સેવા, નવી શરૂ થનાર મેડિકલ કોલેજ, કુપોષણ નાબૂદી કાર્યક્રમો, સિવિલ મેડીસિટીમાં ઉપલબ્ધ સેવાઓ અને નવીન પ્રકલ્પો, 108 સેવા સહિતની રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ અને ઉપક્રમો વિશે વિગતો પૂરી પડી હતી.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડો. અનિલ નાયકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે રાજ્ય સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે. તબીબી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા રાજ્યના ખ્યાતનામ ડોક્ટર્સનું સન્માન કરવાનો આ પ્રસંગ તબીબી ક્ષેત્ર અને સમાજમાં તેમના યોગદાનને મૂલવવાનો એક અનેરો પ્રયાસ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે DNS ટોક્સના ફાઉન્ડર ડો. નેહલ સાધુએ સ્વાગત પ્રવચન કરતા DNS ટોક્સના આરંભ, તેની કામગીરી અને આજના એવોર્ડ સમારંભ વિશે વિસ્તારપૂર્વક વિગતો પૂરી પાડી હતી.

આ પ્રસંગે પદ્મ શ્રી ડો. સુધીર શાહ, જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. મુકેશ બાવીસી, મીડિયા પર્સન અને કાર્યક્રમના આયોજક શ્રી રિયા ગજ્જર, ખ્યાતનામ ડોક્ટર્સ અને તબીબી જગત સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: સુરત ખાતે ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Next: ગુજરાત લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતા માટેની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચ પર
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.